દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો વરસ્યો છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. જેને લઈ ગરમીનો પારો ઊંચો ગયો છે. આ સાથે જ અમદાવાદ-ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. વરસાદ ન પડતા લોકો ગરમીના કારણે અકળાય ગયા છે.
રાજ્યમાં વરસાદે લીધો વિરામ, ગાંધીનગરમાં ગરમીનો પારો ઉચો ચઢ્યો - hot
અમદાવાદઃ વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે. જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે અમદાવાદમાં વરસાદના લાંબા વિરામને કારણે ગરમીનો પ્રકોપ વધ્યો છે અને લોકો અકળામણના કારણે પરેશાન થયા છે.
હવામાન વિભાગ દ્વારા હજી વધુ ચાર-પાંચ દિવસ વરસાદ ન પાડવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતા વધી છે. ત્યારે સામાન્ય જનતાને પણ ફરી ગરમીનો મારો સહન કરવાનો વારો આવ્યો છે.
અમદાવાદમા ગરમીનો પારો 37.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ગાંધીનગરમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને સૌથી વધુ ગરમી ગાંધીનગરમાં નોંધાઈ હતી. પવનો અને વાદળછાયું વાતાવરણ રહ્યું હોવા છતાં પણ વરસાદ ન થવાથી ગરમીમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ-ગાંધીનગરના લોકોને હજુ ગરમી સહન કરવી પડશે.