અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બુધવારે મળેલી સામાન્ય સભામાં CAA મુદ્દે હોબાળો મચ્યો હતો. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સી એ એના વિરોધમાં દિલ્હી શાહીબાગ ખાતે ગયા હતા. જેને લઈને વાતાવરણ ગરમ થયુ હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આવી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાસક પક્ષના કોર્પોરેટરો હાથમાં સીએએના સપોર્ટમાં બેનર સાથે આવ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસના લોકો પણ સીએએને સમર્થન નહીં આપતા મામલો ગંભીર બન્યો હતો.
AMCની સામાન્ય સભામાં CAA મુદ્દે તોફાની બની, શાસક અને વિપક્ષના એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ - વિપક્ષ નેતા દિનેશ શર્મા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં CAA મુદ્દે હોબાળો થયો હતો. વિકાસકામોની ચર્ચા કરવાના બદલે સભા તોફાની બનતા તેના માટે શાસક અને વિપક્ષે એકબીજા ઉપર પ્રત્યાઘાત કર્યા હતાં.
AMCની સામાન્ય સભામાં CAA મુદ્દે તોફાની બની
આ ઘટનામાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં જ્યારે કોઈ પણ પ્રકારના મોબાઇલ કે આવા બેનરો લઇને આવું યોગ્ય નથી. તો આ અંગે કોઈ કાર્યવાહી કેમ કરી નહીં?. જ્યારે બીજી તરફ મેયર બીજલ પટેલે જણાવ્યુ હતું કે,કોંગ્રેસને ફક્ત સામાન્ય સભા બરખાસ્ત કરવામાં જ રસ હોય છે. તેમની પ્રજાલક્ષી કામો માં રસ હોતો નથી. આ વખતે પણ તેમણે દર વખત જેવું જ વર્તન કર્યું છે
TAGGED:
વિપક્ષ નેતા દિનેશ શર્મા