ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણપતિ મૂર્તિ વિસર્જન માટે 50થી વધુ કુંડ બનાવ્યા, AMCનો કરોડોનો ખર્ચ - સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન

અમદાવાદ શહેરમાં ગણપતિ બાપાની હર્ષો ઉલ્લાસ સાથે ઘરે  પધરામણી કરવામાં આવી છે.જેને પગલે હવે ગણપતિ મૂર્તિ વિસર્જન  અમદાવાદ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં અંદાજિત 8 કરોડના ખર્ચે 50 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે. Ganapati idol Visarjan in Ahmedabad, AMC madwe

ગણપતિ મૂર્તિ વિસર્જન માટે 50થી વધુ કુંડ બનાવ્યા, AMCનો કરોડોનો ખર્ચ
ગણપતિ મૂર્તિ વિસર્જન માટે 50થી વધુ કુંડ બનાવ્યા, AMCનો કરોડોનો ખર્ચ

By

Published : Sep 2, 2022, 6:02 PM IST

અમદાવાદ રાજ્ય ગણપતિ ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. હવે દિવસ પૂર્ણ થતાં તેમને વિદાય પણ આપવાનો સમય આવી ગયો છે. ઘણા લોકો ગણપતિ મૂર્તિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. શહેરના લોકોને બહાર જવું ના પડે તે માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા 50 જેટલા વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા છે.

ગણપતિ મૂર્તિ વિસર્જન અમદાવાદ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં અંદાજિત 8 કરોડના ખર્ચે 50 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે.

પરંપરાગત રીતે દર વર્ષે બનાવાય કુંડ અમદાવાદ કોર્પોરેશન દ્વારા દર વર્ષે દશા માં વ્રત હોય કે ગણપતિ વિસર્જન દર વર્ષે શહેરના લોકોને બહાર જવું ના પડે તો શહેરના અલગ અલગ ઝોનમાં (Ahmedabad AMC Zones) કોર્પોરેશન દ્વારા કુંડ બનાવવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં 15 કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ (Ganesh Visarjan Ban in Sabarmati river) હોવાથી નદીના પટ પર બન્ને છેડે વિસર્જન માટે કુંડ બનવવામાં આવ્યા છે.

પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં 15 કુંડ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોગણેશ વિસર્જનની પવિત્રતા જાળવવા કૃત્રિમ તળાવમાં પવિત્ર જળનો ઉમેરો

8 કરોડના ખર્ચે 50 જેટલા કુંડઅમદાવાદ કોર્પોરેશન દ્વારા 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ ગણપતિ વિસર્જન માટે બનવવામાં આવ્યા છે.જેમાં પશ્ચિમ ઝોનમાં 1.80 કરોડના ખર્ચે 15 વિસર્જન કુંડ, મધ્યઝોનમાં 12 વિસર્જન કુંડ, ઉતરઝોનમાં 15 કુંડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કુંડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.

કોર્પોરેશન દ્વારા કુંડ બનાવવામાં આવ્યા છે.

કઈ કઈ જગ્યાએ કુંડ બન્યાઅમદાવાદ કોર્પોરેશન દ્વારા 50 જેટલા વિસર્જન કુંડ બનવામાં આવ્યા છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ દધિચી બ્રિજ પાસે, પિકનીક હાઉસ પાસે,એરપોર્ટ રોડ પર,મ ણિનગર દેડકી ગાર્ડન, લાંભા મુખીની વાડી પાસે, ઘોડાસર આવકાર હોલ પાસે, ભદ્રેશર સ્મશાન પાસે, સૈજપુર તળાવ પાસે, એલિસબ્રિજ રિવરફ્રન્ટ પર,રિવેરા આર્કડની પાછળ, કાળીગામ પાસે,વડુ તળાવ સહિત અનેક જગ્યા પર કુંડ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોવડોદરામાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કરવામાં આવી વ્યવસ્થા

કાયમ માટે જાળવણી થાય તેવું પ્લાનિંગ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ કુંડ દર વર્ષે દશામાના વ્રત કે ગણપતિ વિસર્જન વખતે બનાવવામાં આવે છે. જેના કારણે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે આવો ખર્ચ કરવામાં ના આવે તે હેતુ આ કુંડ કાયમી સાચવી શકાય તેવો પ્લાનિંગ કરવામાં આવી રહ્યો છે.સાથે આ કુંડ જાળવણી કેવી રીતે કરવી એજ મોટો પ્રશ્ન છે. કેમ કે અમુક કુંડ તો એવી જગ્યા બનાવવામાં આવ્યા છે.જ્યા બાળકો પર રમવા માટે આવતા હોય છે. જેથી બાળકો ઇજાગ્રસ્ત થાય તેવી પણ સંભાવના રહેલી છે.

ABOUT THE AUTHOR

...view details