AMCની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા - AMC
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં શુક્રવારે હોબાળો થયો હતો. વિપક્ષે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે સવાલો કરતા શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો કે, શહેરમાં નાખવામાં આવેલા પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર ચાલે છે. વિપક્ષ દ્વારા માહિતી માંગવામાં આવે છે. તે આપવામાં આવતી નથી.
વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા ઝીરો અવર્સ દરમિયાન જ્યારે બોલી રહ્યા હતા, ત્યારે તેમાં તેમણે જલવિહાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લઇને પણ સવાલો કર્યા હતાં. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટને લઈને કાઉન્સિલરો અને અધિકારીઓ પર પણ અનેક સવાલો ઉભા કર્યા હતા. ગૃહમાં તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, 192 કાઉન્સિલરમાંથી કયા કાઉન્સિલર ટેન્ડર માટે કઈ કેબિનના અધિકારીઓને ફોન કરે છે. તેની સૌ કોઈને જાણ છે. કયા અધિકારીની કંપનીને કોન્ટ્રાક્ટ મળે છે. એવું કહેતા સભામાં શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ચૂક્યા હતાં.