અમદાવાદ:108 એમ્બ્યુલન્સએ એની ટાઇમ એની ડે લોકોની મદદ માટે તૈયાર હોય છે. ત્યારે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે લોકોને વહેલામાં વહેલી તકે સારવાર મળે. જેને લઇને હવે ગુજરાતીઓને 108માં વધુ એક સુવિધા મળશે. 108 એમ્બ્યુલન્સના 'લાઇફ સેવિંગ મિશન' મા વધુ એક પીછું ઉમેરાયું છે. 800 થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કરવામાં આવ્યો છે. આરોગ્ય પ્રધાનએ 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપની ખાસ વાત એ છે કે આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ છે.
આ પણ વાંચો તહેવારોમાં પણ ઈમરજન્સી સેવા માટે 108 તૈયાર, વડોદરામાં બેકઅપ સાથે 43 વાહનો ખડેપગે
એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ:રાજ્યમાં પથરાયેલા 800 થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો છે.આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે--આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ
108 મોબાઈલ એપ્લીકેશનની વિશેષતાઓ:સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે કે જ્યાં 108 ઈમરજન્સી સેવા સંપૂર્ણ પેપરલેસ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે. 108 ઈમરજન્સી સેવાની સ્ટેટ ઓફ-ધિ-આર્ટ ટેકનોલોજીના વધુ સરળીકરણ માટે Android અને ios 108 સીટીઝન મોબાઈલ એપ કાર્યાન્વિત કરવામાં આવી છે. 108 સીટીઝન મોબાઈલ એપમાં ફોન કોલ કાર્ય સિવાય પણ લોકો દ્વારા નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ઘટના સ્થળે બોલાવી શકાય છે. કોલ કરનાર વ્યક્તિ અને ઘટના સ્થળની લેટ-લોંગ સહીત સચોટ માહિતી માહિત ગુગલ-મેપમાં જીવંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય છે.