અમદાવાદમાં તમામ ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે - ફેરીયા
કોરોના સામેની આ લડાઈ લાંબી ચાલવાની છે. જ્યાં સુધી વેક્સિન નહી શોધાય ત્યાં સુધી લડાઈ ચાલવાની વાત કમિશનરે કરી હતી. 222 સુપર સ્પ્રેડર્સના કેસ પોઝિટિવ આવતાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના તમામ ફેરિયાઓએ સ્ક્રિનિંગ કરાવું પડશે. ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરી એક કાર્ડ અપાશે. સ્ક્રિનિંગ કાર્ડ ન હોય તો નાગરિકો તેમની પાસેની વસ્તુ ન ખરીદે.
અમદાવાદઃ નહેરાએ જણાવ્યું કે જેમની પાસે આવું કાર્ડ નહી હોય તે વેપાર નહીં કરી શકે. સ્ક્રિનિંગ બાદ અપાયેલું કાર્ડ 7 દિવસ માન્ય રહેશે. 7 દિવસ બાદ ફરીથી સ્ક્રિનિંગ કરવાનું રહેશે.
કોટ વિસ્તારમાં નવા ડોક્ટરની ટીમ ઉતારી છે. ત્યાના લોકોને તાત્કાલિક સારવાર મળે એટલે ત્યાં જ ટીમ બનાવવામાં આવી. 9થી સાંજે 6 વાગ્યા સુધી સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જમાલપુરમાં પ્રાઈવેટ ક્લિનિક શરૂ કરાયા છે અર્બન હેલ્થ સેન્ટર પણ કાર્યરત છે ત્યારે ફીવર ક્લિનક શરૂ કરાશે. જમાલપુરમાં છ ફીવર ક્લિનક શરૂ કરવામાં આવશે. 12 પ્રાઈવેટ ડોક્ટર ત્યાં સારવાર આપશે.
જમાલપુરમાં ખાસ વ્યવસ્થા
મહાજનનો વંડો
કાજીનો ઢાબો
જમાલપુર પગથિયા
વસંત રજબ પોલીસ ચોકી
જમાલપુર UHC
છીપા વેલફેર હોસ્પિટલ નીચે
અમદાવાદ જિલ્લામાં કુલ 3817 કેસ નોંધાયા જેમાંથી 46 કેસ અમદાવાદ ગ્રામ્યના છે. બાકીના કેસ અમદાવાદ શહેરના છે. હાલ 3771 કેસ અમદાવાદના છે. જેમાંથી 2955 લોકો એક્ટિવ કેસ છે. 37 કેસ વેન્ટિલેટર પર છે. 612 લોકો સાજા થયાં.