ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના તમામ કોર્પોરેશન ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમ ઉપલબ્ધ કરાવે:  હાઈકોર્ટ - highcourt

અમદાવાદ: રાજ્યમાં અપૂરતા શેલ્ટર હોમ અને તેની સ્થિતિને લઈને હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર શુક્રવારે ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે મહત્વનો વચ્ચગાળાનો આદેશ આપતા રાજ્યની તમામ કોર્પોરેશનને શહેરી વિસ્તારમાં ઘર વિહોણા લોકો માટે શેલ્ટર હોમ ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો હતો.

રાજ્યના તમામ કોર્પોરેશન ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમ ઉપલબ્ધ કરાવે - હાઈકોર્ટ

By

Published : May 10, 2019, 10:38 PM IST

હાઈકોર્ટે વચ્ચગાળાના આદેશમાં શેલ્ટર હોમની સાથે સાથે પૂરતી વ્યવસ્થા અને સુવિધા પણ ઉભી કરવાામં આવે એવી ટકોર કરી હતી. રાજ્યમાં અનેક લોકો બહાર ફુટપાટ અને જાહેર માર્ગ પર સુવે છે ત્યારે સરકારની યોજનાનો અમલ કેમ કરાતું નથી.

રાજ્યના શહેરી વિસ્તારમાં અપૂરતી સંખ્યામાં શેલ્ટર હોમ મામલે હાઇકોર્ટના સૂચન બાદ અરજદાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં શેલ્ટર હોમમાં સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શેલ્ટર હોમમાં સુવિધા ઉપલબ્ધ કરવવા માટેની માર્ગદર્શિકાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવ્યું નથી.

હાઇકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શેલ્ટર હોમમાં પરંતુ પાણી ઉપલબ્ધ નથી. એટલું જ નહિ ગેસ કનેક્શન પણ ન હોવાને લીધે વાસણોનો ઉપયોગ ન કરાયો હોવાથી જે-તે અવસ્થામાં મળી આવેલા છે.

શેલ્ટર હોમમાં શૌચાલયની સંખ્યા રહેનારની સરખમણીમાં ખૂબ જ ઓછા છે. વળી ધાબળા અને ચાદર પણ કોઈ ઉપયોગ કરી શકે એવી અવસ્થામાં નથી. સરેરાશ 30 લોકો વચ્ચે માત્ર 3 લીટરના ગીઝર આપવામાં આવ્યા છે. હાઇકોર્ટના સૂચન બાદ અરજદાર અને તેમના વકીલ ખેમરાજ કોષ્ટિએ શહેરના શાહપુર - દુધેશ્વર અને ઘાટલોડિયા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details