ગુજરાત

gujarat

ETV Bharat / state

પશ્ચિમ રેલ્વેના તમામ 6 ડિવિઝનોને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સફળ સંચાલન માટે અવોર્ડ એનાયત - શ્રમિક સ્પેશિયલ ટ્રેન

2 મે થી 20 જૂન, 2020 સુધી પશ્ચિમ રેલ્વેએ લોકડાઉનને કારણે દેશના વિવિધ રાજ્યોમાં પ્રવાસી મજૂરો અને તેમના પરિવારોને તેમના વતનમાં લઈ જવા માટે 1,229 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવી છે. ભારતીય રેલ્વેની આ પહેલથી લાખો પ્રવાસી મજૂરોને મોટા પાયે ફાયદો થયો છે. જે રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓના કારણે જ શક્ય બન્યું છે. પશ્ચિમ રેલ્વેના આવા તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસામાં, પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર, આલોક કંસલે તેમની અનુકરણીય કામગીરી અને 1229 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સફળ સંચાલન માટે પશ્ચિમ રેલ્વેના તમામ છ મંડળો માટે પુરસ્કાર જાહેર કર્યા છે.

western railway
western railway

By

Published : Jun 26, 2020, 10:29 AM IST

અમદાવાદઃ 2 મે થી 20 જૂન, 2020 સુધી પશ્ચિમ રેલ્વેએ લોકડાઉનને કારણે દેશના વિવિધ રાજ્યોમાં પ્રવાસી મજૂરો અને તેમના પરિવારોને તેમના વતનમાં લઈ જવા માટે 1,229 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવી છે. ભારતીય રેલ્વેની આ પહેલથી લાખો પ્રવાસી મજૂરોને મોટા પાયે ફાયદો થયો છે. જે રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓના કારણે જ શક્ય બન્યું છે. પશ્ચિમ રેલ્વેના આવા તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસામાં, પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર, આલોક કંસલે તેમની અનુકરણીય કામગીરી અને 1229 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સફળ સંચાલન માટે પશ્ચિમ રેલ્વેના તમામ છ મંડળો માટે પુરસ્કાર જાહેર કર્યા છે. આ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સંચાલન દરમિયાન, 20 મે 2020નો દિવસ પશ્ચિમ રેલ્વે માટે ગૌરવપૂર્ણ દિવસ હતો, જ્યારે પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનોથી માત્ર એક જ દિવસમાં 91 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરીને એક અનોખો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલ્વેના તમામ 6 ડિવિઝનોને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સફળ સંચાલન માટે અવોર્ડ

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરના જણાવ્યા મુજબ, ભારતીય રેલ્વે પરની કુલ શ્રમિક વિશેષ ટ્રેનોમાં 28% થી વધુ સફળતાપૂર્વક પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત કરવામાં આવી છે. આ ટ્રેનો દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રાજ્યોના આશરે 18.49 લાખ પરપ્રાંતિય મજૂરોને નોંધપાત્ર રાહત મળી છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે મુંબઈ ડિવિઝનને 1 લાખ, વડોદરા ડિવિઝનને 50,000 અમદાવાદ ડિવિઝનને 75,000, રાજકોટ ડિવિઝનને 50,000, ભાવનગર અને ડિવિઝનને અનુક્રમે 25,000 રૂપિયા રોકડ પુરસ્કારો જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં પશ્ચિમ રેલ્વેની ભૂમિકાની રેલ્વે પ્રધાન પિયુષ ગોયલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. 3 જૂન, 2020 ના રોજ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, ગુજરાતમાં પરપ્રાંતિય મજૂરો અને તેમના પરિવારોની મુસાફરીની સારી વ્યવસ્થા કરવા માટે, પશ્ચિમ રેલ્વેની પહેલ અને સંકલન માટે પશ્ચિમ રેલ્વેના પાંચ મંડળનું સન્માન કર્યું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને મુંબઇ સેન્ટ્રલ મંડળોના મંડળ રેલ્વે પ્રબંધકને પ્રશંસા ટ્રોફી એનાયત કરી હતી.

નોંધનીય છે કે, આ 1229 શ્રમિક વિશેષ ટ્રેનોમાંથી ઉત્તર પ્રદેશ પછી, બિહાર માટે મહત્તમ સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવી હતી. સ્પેશિયલ ટ્રેનો ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મણિપુર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ, અસમ અને મહારાષ્ટ્ર માટે પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. 3 મે થી 20 જૂન, 2020 સુધી, આ 1229 ટ્રેનોમાંથી મુંબઇ મંડળથી સૌથી વધુ 716 ટ્રેનો, અમદાવાદ મંડળ 260, વડોદરા મંડળ 100, ભાવનગર મંડળ 30, રાજકોટ મંડળ 117 અને રતલામ મંડળ દ્વારા 6 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ શ્રમિક વિશેષ ટ્રેનોના સંચાલન દરમિયાન મુસાફરોની યોગ્ય થર્મલ સ્ક્રિનિંગ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સન પ્રોટોકોલના તમામ ધોરણોને જાળવી રાખવામા આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details