અમદાવાદ : આજે અક્ષય તૃતીયાના પાવન અવસરથી ભગવાન જગન્નાથજીની 146ની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસે નવનિર્મિત રથની પૂજા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રભુની પૂજા કરવામાં આવી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે આ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી છે.
146મી રથયાત્રાની તૈયારીઓ : જગન્નાથજીની યાત્રાનું પ્રારંભ દર વર્ષે ચંદન યાત્રા એટલે કે રથનો પૂજાનો પ્રારંભ કરીને જ થતો હોય છે. 100 વર્ષ પછી ભગવાનની રથયાત્રાના રથને બદલવામાં આવ્યા છે. 100 વર્ષ પછી ભગવાન જગન્નાથજી આ વખતે નવા રથોમાં નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઈ ગઈ છે.
નવા રથમાં પ્રભુ : આ વખતે રથયાત્રામાં નવા રથોમાં જગનાથજી નગરયાત્રા કરશે. ઉલ્લેખનીય છે કે, અંદાજે સો વર્ષ બાદ આ પરંપરા બદલાશે. અત્યારે સુધીમાં 100 વર્ષમાં ક્યારેય પણ રથ બદલાયો નથી, પરંતુ આ વર્ષે નવા રથમાં બેસીને પ્રભુ નગરજનોને દર્શન આપશે.
ચંદન યાત્રા : દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસથી રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. આજના પૂજનને ચંદન યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે વિશેષતાની વાત કરીએ તો, આટલા વર્ષો બાદ ભગવાનના રથને બદલવામાં આવ્યા છે, પરંતુ તેમની આસ્થા અને સંસ્કૃતિને નવા રથોમાં પણ જાળવી રાખવામાં આવ્યા છે.
વિવિધ થીમ પર રથ : આજે ચંદન યાત્રાનું પૂજન થઈ ગયા બાદ મંદિરમાં તમામ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. ભગવાનના નવા રથોના તમામ મોટાભાગના કામ પૂર્ણ થઈ ગયા છે. વિવિધ થીમ પર આ રથો તૈયાર કરવામાં આવ્યા છે. આ રથોને સાગ અને સીસમના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. આ રથને બનાવવા દરરોજ 10 કલાક જેટલો સમય કામ કરવામાં આવ્યો હતો. તેમજ આ રથ જે પરંપરા છે તે જળવાઈ રહે તે રીતે બનાવવામાં આવ્યા છે.