વધુમાં જણાવીએ તો, ATS દ્વારા આરોપી યાસીન બટ્ટના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અક્ષરધામ હુમલાનો મુખ્ય આરોપી યાસીન બટ્ટની જમ્મુ-કાશ્મીર ATS, અમદાવાદ SOG અને અનંતનાગ પોલીસના જોઈન્ટ ઓપરેશન દ્વારા પકડવામાં આવ્યો હતો.
ATS દ્વારા શુક્રવારેની સાંજે આરોપી યાસીન બટ્ટને અમદાવાદ ATS ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે તેને હાજર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીને 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જ્યારે કોર્ટે 3 ઓગસ્ટ સુધી 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
યાસીનનું નામ અગાઉ યુપીના બરેલી પાસેથી પકડાયેલા ચાંદખાનની પૂછપરછ કરતા સામે આવ્યું હતું. આ તમામ લોકો જમ્મુ કાશ્મીરથી યુપી બરેલી સુધી હથિયારો લઈને આવ્યા હતા. આ તમામ લોકોને યાસીન જ લઈને આવ્યો હતો. ત્યારબાદ યાસીન યુપીથી સીધો જમ્મુ કશ્મીર જતો રહ્યો હતો.