- રથયાત્રામાં અખાડીયનો આકર્ષણનું કેન્દ્ર
- અવનવા કરતબ સાથે લોકોને મંત્રમુગ્ધ કરતા અખાડીયનો
- આ વર્ષે રથયાત્રામાં કરતબ બતાવવા ઉત્સુક
અમદાવાદ : શહેરના ખાડિયામાં આવેલી સાર્વજનિક વ્યાયામ શાળા છેલ્લા સવા સો વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા ( Rath Yatra 2021 )માં બોડી બિલ્ડિંગના કરતબો બતાવવાની જૂની પરંપરા જાળવી રાખીને કુસ્તીબાજો ટ્રેનિંગ આપવાનું કાર્ય કરી રહ્યા છે. કસરતવીર દિપક સોલંકીએ જણાવ્યું હતું કે, તેમને છેલ્લા 40 વર્ષથી અખાડા સાથે જોડાયેલા છે. તેમજ દર રથયાત્રામાં લોકોને બોડી બિલ્ડિંગના કરતબ બતાવે છે. આજે તેમની ઉંમર 54 વર્ષની છે.
આધુનિક જિમ ટ્રેનિંગથી અખાડા અલગ
દિપક સોલંકી જણાવે છે કે, મારી ઇચ્છા છે કે, આ વખતે પણ રથયાત્રા નીકળે અને તેમને લોકોનું મનોરંજન કરે. ગત વર્ષે રથયાત્રા ( Rath Yatra 2021 )નું આયોજન ન થવાને કારણે પોતે દુઃખી છે. જ્યારે લોકો અમારી બોડી જૂએ છે, ત્યારે તેનાથી અખાડીયન પ્રભાવિત થાય છે અને પોતાના બાળકોને પણ અખાડામાં કસરત કરવા મોકલે છે. જો કે, આધુનિક જિમ ટ્રેનિંગથી અખાડા અલગ છે. અખાડામાં ડેઇલી ડાયટ પ્લાન જેવું કશું જ હોતું નથી.
ખાડિયા સાર્વજનિક વ્યાયામ શાળાના અખાડીયનો કરતબ બતાવવા ઉત્સુક રથયાત્રામાં કરતબ બતાવવા આમંત્રણ મળે તેવી આશા
અખાડીયન સુરેશ વાઘેલા જણાવે છે કે, ખાડિયા વ્યાયામ શાળાનું જાણીતું નામ કિરણ ડાભી હતું. સુરેશભાઈ પોતે 35 વર્ષથી અહીં જોડાયેલા છે અને રથયાત્રામાં બોડી બિલ્ડિંગ કરે છે. આજે તેમની ઉમર 55 વર્ષની છે. ખાસ કરીને રથયાત્રામાં મસલ્સના કરતબ, બાયસેપ્સ, ટ્રાયસેપ્સ, બેક ચેસ્ટ વગેરે કરતબથી અખાડીયન લોકોને આકર્ષિત કરતા હોય છે. હાલ અમદાવાદમાં કોરોનાના કેસ નજીવા છે, ત્યારે રથયાત્રાનું આયોજન થાય અને તેમને રથયાત્રા ( Rath Yatra 2021 )માં કરતબ બતવવા આમંત્રણ મળશે, તેવી આશા છે.
અનેક યુવાનોએ અહીં રહીને મેળવી છે સફળતા
આ સર્વે અખડીયનોના ગુરુ એવા નટવર ડાભીએ જણાવ્યું હતું કે, તેમણે પાછલા વર્ષોમાં અનેક લોકોને તૈયાર કર્યા છે. દર વર્ષે તેમના દ્વારા વ્યાયામવીરોનું સન્માન કરવામાં આવે છે. અહીંથી PSIથી લઈને IPS કક્ષાના અધિકારીઓ નીકળ્યા છે. પરીક્ષામાં ફિઝિકલ ટ્રેનિંગમાં જરૂર પડે એ પ્રમાણે વેઇટ લિફટિંગ, રનિંગ, ચેસ્ટ અને પરીક્ષા મુજબની પ્રેક્ટિસ પણ અહીં કરાવવામાં આવે છે. ઘણા યુવાનો અહીંથી પોતાનું ભવિષ્ય બનાવી ચૂક્યા છે. જો કે, કોરોના કાળમાં રથયાત્રા ( Rath Yatra 2021 ) સંદર્ભે સરકારની માર્ગદર્શિકા મુજબ તેમને આગળ વધશે.
અવનવા કરતબ સાથે લોકોને મંત્રમુગ્ધ કરતા અખાડીયનો આ પણ વાંચો -