અમદાવાદ : અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર(Uttarayan in Ahmedabad) ઉજવવામાં આવે છે પરંતુ સતત બીજા વર્ષે કોરોનાની પરિસ્થિતિમાં અને મંદીની અસરને કારણે અમદાવાદના આકાશમાં વહેલી સવારથી જ ગણતરીના પતંગો ઉડતા જોવા મળ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ ગણતરીના જ ધાબા ઉપર લોકો જોવા મળ્યા હતા ત્યારે વધુ પડતાં ધાબાઓ ખાલી જ હતા.
ફૂંકાઈ રહ્યો છે ભારે પવન
ર્વ અમદાવાદમાં ઉતરાયણના પર્વ પર આકાશ જોવા મળ્યું સુનુ હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે 20થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે. તેના કારણે પણ પતંગ ઓછી જોવા મળી રહી હોવાનું નિવેદન અમદાવાદ પૂર્વના રખિયાલ વિસ્તારમાં રહેતા હેમેક્ષ રામીએ આપ્યું છે, રામીએ વધુમાં જણાવ્યું હતું કે બપોરના સમય બાદ ઉત્તરાયણનો(Uttarayan 2022 Gujarat) ખરો માહોલ જામશે.
કોરોના મહામારી અને મંદીની અસરથી જોવા મળ્યું ખાલી આકાશ
પૂર્વ અમદાવાદમાં ઉતરાયણના પર્વ પર આકાશ જોવા મળ્યું સુનુ કોરોના સંક્રમણ અને મંદીની સીધી અસર ઉત્તરાયણના તહેવાર પર જોવા મળી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારના જ લોકો ધાબા ઉપર પતંગ ચગાવવા માટે ચડી જતા હોય છે પરંતુ જે રીતે અત્યારે કોરોનાની મહામારી(Corona Guideline on Uttarayan) અને મંદીની અસર તેમજ પતંગ અને દોરીના 20થી 30 ટકા ભાવ વધારાના કારણે તેની સીધી અસર ઉતરાણમાં જોવા મળી રહી છે. જેના કારણે આકાશમાં પણ એકલદોકલ પતંગ(Kites in Ahmedabad) જોવા મળી રહી છે.
ડીજે પર પ્રતિબંધ : ઉત્તરાયણ ફિક્કી
રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના તહેવાર ઉપર ડીજે ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. તેને ધ્યાનમાં લઈને ઉત્તરાયણ પણ ફિક્કી નજરે પડી રહી છે. જ્યારે નાગરિકોએ પણ ડીજે પર પ્રતિબંધ ઉઠાવી લેવાની માંગ રજૂ કરી હતી, પરંતુ રાજ્યમાં જે રીતે કોરોનાનું સંક્રમણ(Corona Transition in Ahmedabad) સતત વધી રહ્યું છે. તેને ધ્યાનમાં લઈને ધાબા ઉપર ડીજે રાખવામાં આવે તો લોકો એકઠા થઇ નિયમોનું ઉલ્લંઘન કરી શકે છે. તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકારે ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે.
પૂર્વ વિસ્તારમાં પશ્ચિમ વિસ્તારથી લોકો આવે છે
સમગ્ર અમદાવાદમાં પૂર્વ વિસ્તારની ઉતરાયણ જ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે જે લોકો પૂર્વ વિસ્તાર ખાતે રહેતા હતા અને હવે પશ્ચિમ વિસ્તારના રહેવા ગયા છે તેવા નાગરિકો પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સ્પેશિયલ પશ્ચિમ વિસ્તારથી પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી માટે આવતા હોય છે. પરંતુ તેમાં પણ મહત્તમ અંશે ઘટાડો થયો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉતરાયણ પર ગાઈડલાઈન જાહેર કરી છે જેને લઈને આ વર્ષની ઉતરાયણ ફિક્કી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Makar Sankranti Festival in Gujarat : બનાસકાંઠામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બજારોમાં કોરોનાનું ગ્રહણ, વેપારીઓને કોરોનાની કાળી થપાટ
આ પણ વાંચોઃ Makar Sankranti 2022: જો તમને પતંગ ચગાવવી છે પરંતુ આવડતું નથી, તો જાણી લો આ સરળ રીત