ગુજરાત

gujarat

ETV Bharat / state

પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવા માટે AIESEC દ્વારા ઇન્ટરનેશનલ રનનું આયોજન કરાયું - IIM

અમદાવાદ: AIESECનો પ્રારંભ અમદાવાદમાં IIM ખાતે 1983માં થયો હતો. 35 વર્ષના અસ્તિત્વ સાથે AIESEC ઓર્ગેનાઇઝેશન પ્રીમિયમ સંસ્થા બની હતી. જેની અસર સમાજ પર પડી છે, તેનો ફેલાવો તમામ યુનિવર્સિટી NGO કંપનીઓ અને સ્ટાર્ટઅપ સેક્ટરમાં છે. 15 સપ્ટેમ્બરે AIESEC દ્વારા ઇન્ટરનેશનલ રનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 અલગ અલગ દેશોમાંથી વિદ્યાર્થીઓ આવના છે.

AIESEC દ્વારા ઇન્ટરનેશનલ રનનું આયોજન કરાયું

By

Published : Aug 27, 2019, 4:10 AM IST

આ અંગે AIESEC પ્રમુખ જય ભંડારી જણાવે છે કે, AIESEC દ્વારા દર વર્ષે 150થી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદ આવે છે. અને તેઓ ગામડાઓના વિસ્તારોમાં બેઝિક અંગ્રેજી શીખવાડે છે. ઇન્ટરનેશનલ રન એ ઇન્ટરનેશનલ ડ્યુથલોન દ્વારા સ્વીલાઈય નવું વર્ઝન છે. અમદાવાદમાં પોતાના પ્રોજેક્ટ નમસ્તે 6.0 અને ડિસ્કવર અમદાવાદ સેન્ટર અંતર્ગત દ્વારા આયોજિત કરવામાં આવશે. પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર લક્ષ આપશે. વિવિધ દેશોમાંથી એક્સચેન્જ પાર્ટિસિપન્ટ સહિત 2500 જેટલા લોકો પાંચ કિલોમીટર અથવા 10 કિલો મીટરની દોડમાં સામેલ થશે. આ ઇવેન્ટનો મૂળ હેતુ અનિવાર્ય સ્થિતી, પ્રદૂષણમુક્ત પર્યાવરણ, ગુડ હેલ્થ અને શહેરને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટેનો છે.

AIESEC દ્વારા ઇન્ટરનેશનલ રનનું આયોજન કરાયું

ABOUT THE AUTHOR

...view details