ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: વિધવા મહિલાને બસ ચાલક સાથે થયો પ્રેમ, યુવકે લગ્નની લાલચ આપી અનેક વાર બાંધ્યા સંબંધ - young man

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી વિધવા મહિલા સાથે યુવકે મિત્રતા કરી પ્રેમ સંબંધ બાંધી યુવકે હોટલમાં લઈ જઈ લગ્નની લાલચ આપી અનેકવાર શારીરિક સંબંધ બાંધી તેનો વિશ્વાસ જીતી ધંધો કરવા માટે મહિલા પાસેથી દાગીના પણ પડાવી લીધા હતા. પછી સ્થિતિ એવી ઊભી થઈ કે, મહિલાને નીચું જોવાનો વારો આવ્યો

વિધવા મહિલાને બસ ચાલક સાથે થયો પ્રેમ, યુવકે લગ્નની લાલચ આપી અનેક વાર બાંધ્યા સંબંધ
વિધવા મહિલાને બસ ચાલક સાથે થયો પ્રેમ, યુવકે લગ્નની લાલચ આપી અનેક વાર બાંધ્યા સંબંધ

By

Published : Jul 26, 2023, 11:26 AM IST

અમદાવાદ:પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ કૃષ્ણનગર વિસ્તારમાં 47 વર્ષીય કુસુમ (નામ બદલેલ છે) 20 વર્ષીય દીકરા અને 12 વર્ષની દીકરી સાથે રહે છે. તેનો દીકરો કોર્ટમાં કેન્ટીન ચલાવતો હોય જાન્યુઆરી 2023 થી તેઓ પણ દીકરાને કામમાં મદદ કરે છે. વર્ષ 2001 થી 2023 સુધી તે ગુરુકુળ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ નર્સ તરીકે નોકરી કરતા હતા. 2015માં તેઓના પતિ હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યા હતા અને જેથી તેઓએ નોકરી પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ પીએફના પૈસા ઉપાડીને મકાન ખરીદ્યું હતું.

"આ મામલે દુષ્કર્મ અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાની વધુ તપાસ SCST સેલ દ્વારા કરવામાં આવી રહી છે"-- એસ.જે ભાટિયા (નરોડા પોલીસ સ્ટેશનના PI)

રિક્ષામાં બેસાડી વાતચીત:થોડા સમય પછી વર્ષ 2020 માં કુસુમ નરોડા વિસ્તારમા આવેલી ખાનગી હોસ્પિટલમાં નોકરીમાં જોડાતા એએમટીએસ બસમાં અવરજવર કરતી હતી. વર્ષ 2021 માં તેને એએમટીએસ બસના ડ્રાઇવર મહેશભાઈ મણીલાલ પટેલ જે નરોડા નો રહેવાસી હોય તેની સાથે ઓળખાણ થઈ હતી. બંને વચ્ચે વાતચીત થતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. મહેશ પટેલે કુસુમ સાથે મિત્રતાના એક મહિના બાદ તે રજા ઉપર હતી, તે દિવસે તેને નરોડા ખાતે મળવા બોલાવી અને બાદમાં તેને રિક્ષામાં બેસાડી વાતચીત કરી હતી.

લગ્નની લાલચ આપી: કોઈક જોઈ જશે તેવી રીતે ડરાવીને હોટલમાં લઈ જવાનું કહીને નરોડા એસપી રીંગ રોડ ઉપર સોમ પેલેસ નામની હોટલમાં લઈ ગયો હતો. ત્યાં વાતો કરી લગ્નની લાલચ આપી હતી. જોકે કુસુમ અનુસૂચિત જાતિની હોય તેવું કહેતા છતાં પણ મહેશ પટેલે લગ્નની વાત કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા કુસુમએ અટકાવવા છતાં પણ તેણે તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો. તે બાદ કુસુમે આ બાબતે ઘરે અથવા તો પોલીસમાં જાણ કરી દેવાનું કહેતા મહેશે લગ્ન કરીને બંને બાળકોને સાચવી લેશે તેવી વાત કરતા તેણે આ બાબતે કોઈને જાણ કરી ન હતી.

મહેશ પટેલ ઓટોરિક્ષા:વિવાદ થોડાક દિવસો પછી મહેશ પટેલે કુસુમને ફોન કરીને એએમટીએસની બસના ડ્રાઇવર તરીકેની નોકરી છોડી દીધી છે. ધંધો કરવા માટે પૈસાની સગવડ નથી તેવું કહીને પૈસા માંગ્યા હતા અને થોડાક સમયમાં પરત આપવાનું કહેતા કુસુમને તેના પર વિશ્વાસ આવી જતા તેને કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી ને આપી દીધી હતી. જે બાદ બંને જણા અવાર-નવાર અમદાવાદમાં અલગ અલગ હોટલમાં તેમજ તેઓના ઘરે શરીર સંબંધ બાંધતા હતા. તે દરમિયાન મહેશ પટેલ ઉપર તેને વિશ્વાસ આવી જતા થોડા થોડા કરીને આશરે 4.50 લાખની કિંમતના દાગીના ધંધો કરવા માટે આવ્યા હતા. જે પૈસા મેળવીને મહેશ પટેલ ઓટોરિક્ષા લઈ આવ્યો હતો અને રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું.

બાળકોને જાનથી મારી નાખીશ: ચાર મહિના પહેલા કુસુમ અને મહેશ પટેલ નરોડા ખાતેની હોટલમાં ગયા હતા અને તે વખતે મહિલાએ લગ્ન કરતા નથી અને પૈસા પણ આપતા નથી. તેવી વાત કરતા મહેશ પટેલ ઉશ્કેરાયો હતો અને તેને ગાળો આપીને હું તારી સાથે લગ્ન કરવાનો નથી, અને તારા પૈસા પણ પાછા આપવાનો નથી, તારાથી થાય તે કરી લે, તેમ કહીને જબરદસ્તી કરીને મહિલાના કપડાં કાઢી નાખ્યા હતા અને તેની સાથે બળજબરી કરવાનું શરૂ કર્યું હતું. જેથી મહિલાએ બળજબરી કરવાની ના પાડતા મહેશે મહિલાના ફોટા અને વિડીયો પોતાની પાસે છે અને બધાને બતાવીને બદનામ કરી દઈશ, એવું કહીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ કુસુમને ધમકી આપી હતી કે આ બાબતે કોઈને વાત કરીશ તો તને તેના તારા બાળકોને જાનથી મારી નાખીશ.

  1. Ahmedabad Crime : ફિલ્મમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવનાર બંટી બબલી
  2. Ahmedabad Crime : ભારતીય પાસપોર્ટ હોવા છતાં પોર્ટુગલ પાસપોર્ટથી અમદાવાદમાં યુવક આવ્યો, નોંધાયો ગુનો

ABOUT THE AUTHOR

...view details