અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લાં ઘણાં સમયથી વિકાસના કામોમાં વિવાદમાં છે. હાટકેશ્વર બ્રીજ, ઇન્કમટેકસ બ્રિજ બાદ હવે મ્યુનિસિપલ સંચાલિત આવેલ VS હોસ્પિટલનો નવી વિવાદ ઉભો થયો છે. VS હોસ્પિટલના ત્રીજે માળે આવેલી ઓર્થોપેડિક વિભાગમાં સિસ્ટર પેન્ટ્રી રૂમની છત અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં ઘટનાની જાણ થતાં અમદાવાદ શહેર મેયર હોસ્પિટલે પહોંચ્યા હતા.
બિસ્માર હાલતમાં :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી સૌથી મોટી VS હોસ્પિટલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. હોસ્પિટલની અંદર ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય ગટર ઉભરાવી તેમજ બિલ્ડીંગ પણ જર્જરિતમાં જોવા મળી રહી છે. ત્યારે VS હોસ્પિટલમાં ત્રીજે માળ આવેલી ઓટોમેટીક વિભાગની સિસ્ટર પેન્ટ્રી રૂમને અચાનક જ છત ધરાશાયી થઈ હતી. જોકે તે રૂમમાં કોઈપણ વ્યક્તિ કે દર્દી ન હોવાથી મોટી જાનહાની ટળી છે, પરંતુ VS હોસ્પિટલ ચારે બાજુ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. તે જ હોસ્પિટલની અંદર દર્દીઓને સારવાર પણ આપવામાં આવી રહી છે.
હોસ્પિટલના RMO રૂમ બંધ કરી ભાગ્યા :VS હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગમાં છત ધારાસભ્ય થતા હોસ્પિટલના RMO પાસે જ્યારે જવાબ લેવા ગયા ત્યારે આર્મહાની ઓફિસની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. આવી ગંભીર ઘટના બની હોવા છતાં પણ VS હોસ્પિટલનો આવવાથી તેમની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
હોસ્પિટલ મુદ્દે મેયરની ચુપ્પી :ઓર્થોપેડિક વિભાગમાં છત ધરાશાયીની ઘટના થતા અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે જ મેયર પણ VS હોસ્પિટલ બચાવોને પોતાના વિકાસના કામો જ ગાથા ગાઈ રહ્યા હતા. તેઓ જણાવી રહ્યા હતા કે, જે રીતે LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેવી રીતે જ VS હોસ્પિટલને પણ 20,000 સ્ક્વેર મીટરમાં હોસ્પિટલમાં બાંધકામ કરવામાં આવશે. જ્યારે છત પડયાની બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે બાબતે એક પણ પ્રશ્નનો જવાબ આપવા તૈયારી દર્શાવી ન હતી.