ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Traffic Police: ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતા અમદાવાદીઓ સામે પોલીસની કાર્યવાહી, 123 વાહન ડિટેઇન - ફેન્સી નંબર પ્લેટવાળા 123 વાહન ડિટેઇન

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતી અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વ્હીકલ ડિટેઇન કરવામાં આવી રહ્યાં છે. આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 123 જેટલા આવા વ્હીકલ્સ ડિટેઇન કરવામાં આવ્યા છે.

ahmedabad-traffic-police-detained-123-vehicles-with-fancy-number-plate
ahmedabad-traffic-police-detained-123-vehicles-with-fancy-number-plate

By

Published : May 14, 2023, 7:51 PM IST

Updated : May 14, 2023, 8:11 PM IST

અમદાવાદ: ટ્રાફિકના નિયમોની ભંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસની વધુ એક કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ શહેરમાં અમુક વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય છે. આવા જ વાહન ચાલકો વિરુધ્ધ ટ્રાફિક પોલીસે લાલઆંખ કરી હતી અને ડ્રાઈવ યોજીને પૂર્વ અમદાવાદ વિસ્તારમાંથી અનેક વાહન ચાલકોને પકડી કડક કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પૂર્વ પોલીસે શનિવારે એક જ દિવસમાં 123 વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક પૂર્વ પોલીસે આ તમામ લોકો સામે એમ.વી એક્ટ મુજબ કાર્યવાહી કરી વાહનો કબજે લીધા હતા.

ફેન્સી નંબર પ્લેટવાળા 123 વાહન ડિટેઇન

'વાહનચાલકોએ તમામ નિયમો પાળવાના રહેશે. આવા કોઇ પણ વાહનચાલકો હશે તેને પોલીસ છોડશે નહિ અને તેની સામે કાર્યવાહી કરશે. અગાઉ પણ ઇમેમોથી બચવા નંબર પ્લેટ પર છાણ લગાવી ફરનાર વાહનચાલક સામે ગુનો નોંધી તેનું વાહન કબજે લેવામાં આવ્યુ હતુ. તે જ પ્રકારની કામગિરી હવે ટ્રાફિક પોલીસ કરશે. નાગરિકોને વિનંતી છે કે સરકાર માન્ય HSRP વાળી નંબર પ્લેટ જ વાહનમાં લગાવે.' -સફિન હસન, ડીસીપી, ટ્રાફિક ઇસ્ટ

ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રાઈવ:અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય છે. સાથે જ નંબર પ્લેટ પણ આરટીઓના નિયમ વિરૂધ્ધની રાખી તેની પર પણ કેટલાક લખાણ લખી ફરતા હોય છે. ઘણા સમયથી આવા વાહનચાલકો ફરતા હોવાની ફરિયાદો ધ્યાને આવતા ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસન દ્વારા એક ડ્રાઇવ રાખવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુધ્ધ એમ.વી.એકટ કલમ 207 મુજબ 123 વાહનો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસની કાર્યવાહી:અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજે એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં માહિતી આપવામાં આવી છે કે, એકજ દિવસમાં અમદાવાદ આરટીઓ દ્વારા 123 જેટલા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનો ઇસ્ટ અમદાવાદમાં ડિટેઇન કરવામાં આવ્યા છે. સાથેજ ટ્વિટમાં એવો અનુરોધ પણ કરવામાં આવ્યો છેકે તમારા વાહનોમાં માત્રને માત્ર આરટીઓ માન્ય નંબર પ્લેટનો જ ઉપયોગ કરો. આવા વાહનો શોધીને એમ.વી.એક્ટ કલમ 207 મુજબ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

  1. Rajkot Crime: ઇ-મેમો નહીં ભરેલા 1500થી વધુ વાહનો પોલીસ કબ્જે કરશે
  2. One Nation One Challan: આ 3 મુદ્દાઓ પર થશે કાર્યવાહી, કોર્ટના ધક્કાથી બચવા આટલું કરો
Last Updated : May 14, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details