અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 10 દિવસથી જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેમ ભારે ગરમી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે ગરમીના કારણે બપોરના સમયે રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે, ત્યારે આગામી 5 દિવસ સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. હાલમાં ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે. જેને લઈને હિટસ્ટ્રોક થવાના કેસ પણ સામે આવી રહ્યાં છે.
ગરમીના કારણે શહેરમાં ઝાડા ઉલટી, ચક્કર આવવાના કેસ જોવા મળી રહ્યા છે. જેમાં રાજ્યની ઇમરજન્સી સર્વિસ 108માં શહેરમાં અત્યાર સુધી 8 જેટલા હિટસ્ટ્રોકના કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા દિવસમાં પેટમાં દુખાવાના 1000 કેસ, તાવના 331 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના SCS તેમજ PHCમાં દરરોજ 100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં શહેરની વિવિધ હોસ્પિટલમાં 30 જેટલા ઝાડા ઉલ્ટીના દર્દી સારવાર હેઠળ છે. - આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકી
પાણીજન્ય કેસમાં વધારો :14 મે સુધીના કેસની વાત કરવાના આવે તો ઝાડા ઉલ્ટીના 195 કેસ,કમળાના 43 કેસ અને ટાઈફોઈડના 103 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન 7702 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 171 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. બેક્ટેરિયા લોજિકલ તપાસ માટે 1833 જનરલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 26 જેટલા પાણીના નમૂના અનફિટ આવ્યા છે.