અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે આગામી 15 ઓગસ્ટ સુધી રાશન કાર્ડની તમામ 15 ઝોનલ કચેરીઓ પર નવું બારકોડેડ રાશન કાર્ડ કાઢવું, નામ કમી કરવું કે ઉમેરવું અથવા રાશન કાર્ડમાં સુધારો વગેરે તમામ પ્રકારના કામો બંધ રહેશે.
કોરોના સંક્રમણઃ અમદાવાદમાં પુરવઠા વિભાગની 15 ઝોનલ ઓફિસ 15 ઓગસ્ટ સુધી બંધ
અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગે શહેરની તમામ 15 ઝોનલ કચેરીનું કામકાજ સ્થગિત કર્યું છે. અમદાવાદ શહેરની તમામ 15 ઝોનલ કચેરીનું કામકાજ 15 ઓગસ્ટ સુધી હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણ
કાલુપુર ઝોનમા પુરવઠા કચેરીના કમ્પ્યુટર ઓપરેટરને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ તમામ ઝોનલ કચેરીઓમાં 500 જેટલા અરજદારોની ભીડ થતા સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન થતું નથી અને વળી ઘણા લોકો માસ્ક પણ પહેરતા નથી અને ઝઘડા કરે છે.
આ અગાઉ પણ રાશન વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે, ત્યારે આ લોકો સુપર સ્પ્રેડર ન બને તે બાબતને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.