અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ પર 16 વર્ષના કિશોરનો મૃતદેહ (Ahmedabad Suicide Case) મળી આવતા ચકચાર મચી છે. ઘટનામાં સામે આવી રહ્યું છે કે, ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી. આ ઉપરાંત મૃતકને ખોટા કેસમાંં ફસાવવાની ધમકી આપતા એક કિશોરે આત્મહત્યા કરીનું સામે આવ્યુ છે.
પાંચ મિનિટમાં આવું કહીને નીકળ્યો - પોલીસ કસ્ટડીમાં જોવા મળતા બંને આરોપી અશ્વિન જીતિયા અને અશોક પારઘીની ધમકી આપનારા છે. તેવા આક્ષેપ છે કે, કંટાળીને 16 વર્ષના કિશોર ચેતન ઉર્ફે ચિન્ટુ નગવાડિયાએ આત્મહત્યા કરી લીધી છે. જેને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ચાર દિવસ પહેલા અગાઉના ઝઘડામાં ચેતન અને બન્ને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ ચેતન ઘરની બહાર પાંચ મિનિટમાં આવું છું તેવું કહીને નીકળ્યો હતો અને ઘરે પરત ફર્યો ન હતો. પરિવારે અપહરણનો (Crime Case in Ahmedabad)ગુનો નોંધાવ્યો હતો.. આ દરમિયાન ચેતનનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો. જેથી પરિવારે અશ્વિન અને અશોક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો :Vadodara Suicide Case : વડોદરા કોર્ટમાં ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી લગાવી છલાંગ