ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: વતન જવાની માગ સાથે ભેગા થયેલા પરપ્રાંતીયોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે પર પ્રાંતીઓનું ટોળું પોતાના વતન જવા માટે ભેગુ થયું હતું. ટોળાને વિખેરવા જવા માટે વારંવાર વિનંતી કરતા ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે પ્રથમ હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળું બેકાબૂ બનતા પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, અને 150થી વધુ શ્રમિકોની અટકાયત કરી હતી.

ahmedabad stone
અમદાવાદ પોલીસ પર પથ્થરમારો

By

Published : May 18, 2020, 1:03 PM IST

Updated : May 18, 2020, 1:18 PM IST

અમદાવાદ: બનાવની મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પરપ્રાંતિયો અને શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વતન જવા માટે બનેલા શ્રમિકોએ અમદાવાદના આઈઆઈએમમાં વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.જેમાં શ્રમિકો વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ કેટલાક શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો અને પોલીસની પાછળ પણ ભાગ્યા હતા.

અમદાવાદ- વતન જવાની માંગ સાથે ભેગા થયેલા પરપ્રાંતીયોએ પોલીસ પર પથ્થરમારો કર્યો
ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સાથે જ ઉચ્ચ અધિકારી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ પણ શરૂ કરી દીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ મજૂરો કન્ટ્રકશન સાઈડ પર કામ કરતા હતા. ઘટના બાદ સેકટર-1ના પોલીસ સ્ટેશનોની ટીમ પહોંચી હતી અને 150થી વધુ શ્રમિકોની અટકાયત કરી હતી.
Last Updated : May 18, 2020, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details