Ahmedabad Crime: 71 હજારની કિંમતના ચરસ સાથે યુવક ઝડપાયો, તપાસમાં ખુલી આ મોટી વાત અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરીછુપીથી નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે. ખાસ કરીને પોશ વિસ્તાર ગણાતા એરિયામાં યુવાનો આવા પદાર્થોની હેરાફેરી કરતા હોય છે. અમદાવાદ એસઓજીની ટીમે આવા જ એક યુવાનની ધરપકડ કરી લીધી છે.જેની પાસેથી સિતેર હજારથી વધારે કિંમતનું ચરસ મળી આવ્યું હતું. આ મામલે આરોપી સામે એસઓજી ક્રાઇમ એ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Rajkot Civil Hospital : દારુ પીને દર્દીઓને તપાસનાર ડોક્ટરને ફરજ મુક્ત કરાયા, સરકારને રીપોર્ટ મોકલાયો
પેટ્રોલિંગમાં હતી પોલીસઃ અમદાવાદ SOG ક્રાઇમે વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી ચરસના જથ્થા સાથે એક યુવકને પકડી લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે. SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે હર્ષદ ઉર્ફે પ્રકાશ પરમાર નામના 29 વર્ષીય યુવકને પકડીને લેવાયો હતો. તપાસ કરતા તેની પાસેથી 71 હજારથી વધુની કિંમતનો 479 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
મહિલાની સંડોવણીઃપ્રાથમિક તપાસમાં તેની પાસેથી મળી આવેલું ચરસ કાશ્મીરી હોવાનું સામે આવ્યું છે. આરોપી આ ચોરસનો જથ્થો રાણીપ વિસ્તારમાં રહેતી સોનાદેવી નામની મહિલા પાસેથી છૂટક વેચાણ માટે લાવ્યો હોવાની કબુલાત કરી હતી. વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે તે વસ્ત્રાલ પાંજરાપોળ રીંગરોડ ઉપર રીક્ષા ચાલકોને આ ચરસનો જથ્થો વેચાણ કરતો હતો. એ તેના કાયમી ગ્રાહકો હતા તેવા નશાના બંધાણીઓને ચરસ છેલ્લા અમુક સમયથી વેચવાનું શરૂ કર્યું હતું. આરોપી પોતે નશાનો બંધાણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : પતિના પરસ્ત્રી સાથેના સંબંધોથી કંટાળી પરિણીતાનો આપઘાત, આરોપી પતિની ધરપકડ
શું કહે છે પોલીસઃઆ અંગે શહેર એસઓજી ક્રાઈમના એસીપી બી.સી સોલંકીએ જણાવ્યું હતું કે આ મામલે પકડાયેલા આરોપીની તપાસ કરતા તે રીક્ષા ચાલકોને આ ચરસ વેચતો હોવાનું કબુલાત કરી છે અને પોતે અન્ય કોઈ કામ ધંધો ન કરતો હોય પૈસા કમાવવા માટે આ પ્રવૃત્તિ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે. જોકે, અમદાવાદ શહેરમાં આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ ઘણા યુવાનો ડ્રગ સાથે પકડાયેલા છે. જોકે, ખાસ વાત છે કે, ડ્રગ કેસમાં મહિલાઓના ઈનપુટ વધી રહ્યા છે. આ પહેલા પણ મહિલાઓ ડ્રગ કેસમાં અટવાયેલી હોય એવા કેટલાક કિસ્સાઓ સામે આવેલા છે.