અમદાવાદઃ શહેરની નામાંકિત અને હાઈ ફાઈ હોટલ્સની ફૂડ આઈટમમાંથી જીવાત નીકળવાના કિસ્સા સતત વધી રહ્યા છે. પીઝા, પાસ્તા, કોલ્ડડ્રિંકસમાંથી જીવાતો નીકળવાના સમાચારો અગાઉ સામે આવ્યા છે. આ શ્રેણીમાં સિંધુભવન રોડ પર આવેલ ગ્વાલિયા હોટલ પણ જોડાઈ ગઈ છે. આ હોટલના વેજિટેબલ કુલચામાંથી મરેલો વંદો નીકળતા ચકચાર મચી ગઈ છે. ફૂડ લવર્સમાં આ કિસ્સાઓને લીધે રોષ ફેલાઈ રહ્યો છે.
સિંધુભવન રોડની ગ્વાલિયા હોટલના વેજિટેબલ કુલચામાંથી મરેલો વંદો નીકળ્યો - ફૂડ સેફ્ટીના ધજાગરા
અમદાવાદની વધુ એક નામાંકિત હોટલની ફૂડ આઈટમમાં જીવાત મળી આવી છે. આ ઘટનાઓ નિયમિત બનતી જતા ફૂડ લવર્સમાં રોષ ફેલાઈ રહ્યો છે. Ahmedabad Sindhubhavan Road Gwaliya Hotel Insect in Food Item
Published : Dec 21, 2023, 3:14 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી ઓસ્ટ્રેલિયાથી પરત ફરી હતી. આ પરિવારે બહાર જમવાનું આયોજન કર્યુ હતું. આ પરિવાર અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડની ગ્વાલિયા હોટલમાં જમવા માટે ગયા હતા. પરિવારે જુદી જુદી વાનગીના ઓર્ડર આપ્યા હતા. જેમાં વિદેશથી પરત ફરેલ દીકરીએ વેજિટેબલ કુલચાનો ઓર્ડર આપ્યો હતો. દીકરીએ અડધા કુલચા ખાઈ લીધા બાદ પરિવારના એક સભ્યનું ધ્યાન તેની ડિશમાં ગયું હતું. જેમાં જીવાત હોવાનું જણાતા તપાસ કરીતો મરેલો વંદો હોવાનું સામે આવ્યું હતું.
ફૂડ સેફ્ટીના ધજાગરાઃ પરિવારે આ સમગ્ર ઘટનાની જાણ મેનેજરને કરી હતી. મેનેજરે માત્ર સોરી કહીને ફૂડ રિપ્લેસ કરી આપવાની તૈયારી દર્શાવી હતી. જો કે લેખિતમાં કંઈ પણ આપવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનામાં ફૂડ સેફ્ટી જેવું કશું જણાતું નથી ટૂંકમાં ફૂડ સેફ્ટીના ધજાગરા ઉડી ગયા હોય તેવું લાગે છે. પરિવારે આવો બિન આરોગ્ય પ્રદ ખોરાક આરોગવાથી તબિયતને નુકસાન થાય તો જવાબદારી કોની તેવો પ્રશ્ન પુછતા કોઈ જવાબ કે પ્રતિભાવ મળ્યો નહતો. વેજિટેબલ કુલચામાંથી મરેલો વંદો નીકળતા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. હવે આરોગ્ય વિભાગની ટીમ અહીં કાર્યવાહી કરશે તેવી પ્રાથમિક માહિતી મળી હતી.