ગુજરાત

gujarat

ETV Bharat / state

સંજીવની હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું - ગોર પ્રતિકાર શક્તિ

કોરોના રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો વધુ અસર કરે છે ત્યારે સંજીવની હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉકાળાથી શરદીખાંસીમાં રાહત મળતી હોવાના લીધે તેનું વિતરણ અનેક સ્થળો પર કરવામાં આવી રહ્યું છે.

સંજીવની હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું
સંજીવની હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

By

Published : Apr 10, 2020, 2:54 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ માનવ શરીરના ફેફસાંના ભાગ ઉપર થાય છે. તેમ જ આ સંક્રમણ એવા લોકોને વધુ થાય છે કે જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય. આ વાતને ધ્યાનમાં લઈને અમદાવાદની સંજીવની હોસ્પિટલ દ્વારા કોરોના વાયરસ સામે લડી રહેલા સૈનિક સમાન ડોક્ટરો તેમ જ સરકારી અધિકારીઓમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું.

આ ઉકાળો સામાન્ય રીતે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. તેમ જ કોરોના વાયરસના લક્ષણ કહી શકાય તેવા શરદી, ખાંસી, કફ સામે પણ રક્ષણ પૂરું પાડે છે.

ABOUT THE AUTHOR

...view details