ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લાં ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક - લર્નિંગ લાઇસન્સ

લોકડાઉન દરમિયાન સરકારી કચેરીઓ બંધ રહેતા સરકારી કચેરીઓ પર કામનું ભારણ વધ્યું છે. આવી જ પરિસ્થિતિ કંઈક અમદાવાદ આરટીઓમાં પણ સર્જાઇ છે. અત્યારે પણ આરટીઓમાં બેકલોગ જોવા મળી રહ્યું છે.

અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લા ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક
અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લા ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક

By

Published : Dec 24, 2020, 6:45 AM IST

Updated : Dec 24, 2020, 7:05 AM IST

  • પસંદગીના નંબરો વેચીને છેલ્લાં ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક ઉભી કરી
  • 30 મિનિટથી 45 મિનિટમાં અરજદાતાઓની અરજીનો કરાઇ છે નિકાલ
  • RTO ધીરે-ધીરે ફેસલેસ સિસ્ટમ વધારી રહ્યું છે.

અમદાવાદ : લોકડાઉન દરમિયાન સરકારી કચેરીઓ બંધ રહેતા સરકારી કચેરીઓ પર કામનું ભારણ વધ્યું છે. આવી જ પરિસ્થિતિ કંઈક અમદાવાદ આરટીઓમાં પણ સર્જાઇ છે. અત્યારે પણ આરટીઓમાં બેકલોગ જોવા મળી રહ્યું છે.

અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લા ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક
અમદાવાદ RTOમાં રવિવારે પણ ડ્રાઇવિગ ટેસ્ટ ચાલુ
અમદાવાદ આરટીઓ ઓફિસર બી.વી. લીમ્બાચીયાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, બેકલોગને ધ્યાનમાં રાખીને આરટીઓમાં લાયસન્સનો ફિઝિકલ ટેસ્ટ રવિવારે પણ ચાલુ રાખવામાં આવે છે. સવારે 9 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી ફિઝિકલ ટેસ્ટ ચાલુ હોય છે. આરટીઓએ કામના ભારણને ઘટાડવા માટે ફેસલેસ પદ્ધતિ પણ દાખલ કરી છે. લર્નિંગ લાઇસન્સ રિન્યુઅલ માટે તેમજ ટુ- વ્હીલરમાં ફોર વ્હીલર અને ફોર વ્હીલરમાં ટુ વ્હીલરનું લાયસન્સ ઉમેરવા માટે ઓનલાઇન પ્રક્રિયા ઉમેરવામાં આવી છે.
અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લા ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક

રોજ 100 લોકોને દંડ ભરવાની અપાય છે તારીખ

અરજદાતાઓની અરજીનો નિકાલ 30 મિનિટથી લઈને 45 મિનિટમાં કરવામાં આવે છે. જે નાગરિકોના વાહનો કાયદાઓના ભંગ બદલ આરટીઓ દ્વારા જમા લેવામાં આવે છે. તેમના દંડની ચુકવણી માટે રોજના 100 લોકોને બોલાવવામાં આવે છે. જ્યારે બાકીનાને દંડ ભરવા બીજી તારીખો આપવામાં આવે છે.

અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લા ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક
નવી સિરીઝમાં પસંદગીના નંબરોમાં RTOને ધૂમ આવક
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાની અંદર આરટીઓ દ્વારા પસંદગીના નંબર વેચીને 2.36 કરોડની આવક ઉભી કરવામાં આવી છે. જેમાં જુદા-જુદા નંબરોને કેટેગરી પ્રમાણે 5.5 લાખથી લઈને 1.40 લાખ રૂપિયા સુધીની આવક નંબર દીઠ થઈ છે.
અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લા ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક

RTO ની નવી સિરીઝ WA GT 01 માં

  • 0001 નંબર માટે 5.56 લાખ
  • 5555 માટે 1.75 લાખ
  • 7777 માટે 1.62 લાખ
  • 0369 માટે 1.40 લાખ

RTOની નવી કચેરીમાં પાર્કિંગની વ્યવસ્થાને લઈને તકલીફ

અમદાવાદ આરટીઓમાં આવતાં અરજદારોને પાર્કિંગને લઈને સમસ્યા સર્જાય છે. કારણકે, આરટીઓની નવી ઓફીસ ખાનગી બિલ્ડિંગમાં ચાલી રહી છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, આરટીઓની કામગીરી માટે આવતા અરજદારોએ આર.ટી.ઓની જૂના બિલ્ડિંગ ખાતે પાર્કિંગ કરવાનું રહેશે.

Last Updated : Dec 24, 2020, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details