અમદાવાદ: શહેરમાં શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઇ હતી. બપોરના સમયે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. સાંજના સમયે અમદાવાદનું આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઇ જતાં આહલાદક નજારો જોવા મળ્યો હતો. આ પછી સેટેલાઇટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, નારણપુરા સહિતના અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
અમદાવાદમાં શુક્રવારે સરેરાશ 0.57 ઈંચ વરસાદ નોંધાયો - rain news
અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જોકે, આ વરસાદ હજુ ચોમાસા પૂર્વેનો છે. ચોમાસાનો વિધિવત પ્રારંભ અષાઢી બીજની આસપાસ જ થાય તેવી સંભાવના છે.
અમદાવાદ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં સૌથી વધુ 2.12 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય બોડકદેવમાં 0.78 ઈંચ, નરોડોમાં 0.74 ઈંચ, વટવામાં 0.80 ઈંચ, ઓઢવ-ટાગોર કન્ટ્રોલમાં 0.43 ઈંચ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
ઝોન વરસાદ (ઈંચમાં)
- ઇસ્ટ 0.26
- વેસ્ટ 0.12
- નોર્થ વેસ્ટ0.50
- સાઉથ વેસ્ટ 2.12
- સેન્ટ્રલ 0.21
- નોર્થ 0.29
- સાઉથ 0.56
- સરેરાશ 0.57