અમદાવાદઃઅમદાવાદ શહેરમાંથી નીકળીતી દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે મંદિર દ્વારા તેમજ અલગ અલગ અખાડા, ટ્રક એસોસિએશન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથના નવા વસ્ત્રો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આ વખતે કલકત્તાના કુશળ કારીગરો દ્વારા મખમલના કાપડ પર ગુંથણ કામ કરવામાં આવ્યું છે.
"દરેકના લોકોના જીવનમાં ગુલાબી રહે તે માટે ભગવાનના વસ્ત્રો ગુલાબી રંગના તૈયાર કરવામાં આવ્યા છે. આ વસ્તુમાં સિલ્કનું કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાપડમાં રેશમ વર્ક કરીને અલગ જ પ્રકારના ખાસ અલગ જ પ્રકારનાં ભરત કામ કરીને વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કલકત્તાના કુશળ કારીગરોને અમદાવાદ બોલાવીને મખમલ કાપડ પર પણ ગૂંથણ કરવામાં આવ્યું છે આ વખતના ભગવાનના વસ્ત્રોમાં ખૂબ જ અલગ જ પ્રકાર જોવા મળી આવશે"-- સુનીલ સોની (વસ્ત્રો તૈયાર કરનાર)
ત્રણેય દિવસના અલગ અલગ વસ્ત્રો: ભગવાન જગન્નાથ જળયાત્રા પૂર્ણ કર્યા બાદ સાંજે મામાના ઘરે સરસપુર પહોંચ્યા છે. 15 દિવસ મામાના ઘરે રોકાઈને અમાસના દિવસે ભગવાન જગન્નાથ પોતાના નીજ મંદિર પરત ફરશે. જેમાં અમાસના દિવસે મામાના ઘરેથી આવે ત્યારે તેમના દ્વારકાધીશનું સ્વરૂપ જોવા મળે તે માટે તેવા જ પ્રકારના વસ્ત્રો પહેરાવવામાં આવશે. જ્યારે એકમના દિવસે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે. તે સમયે ત્રણ પાંખ તેમજ ગોટા પત્તીમાં પેચવર્ક કરેલા વસ્ત્રો ધારણ કરશે.