ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : પોલીસની ઓળખ આપી મહિલા સાથે મિત્રતા કરી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો - અમદાવાદ દુષ્કર્મ સમાચાર

અમદાવાદના વટવામાં મહિલાને લાલચ આપીને દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે મહિલાને પોલીસ હોવાની ઓળખ આપી મિત્રતા કેળવીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ લગ્નની વાત કરતા બંને વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Ahmedabad Crime : પોલીસની ઓળખ આપી મહિલા સાથે મિત્રતા કરી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો
Ahmedabad Crime : પોલીસની ઓળખ આપી મહિલા સાથે મિત્રતા કરી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો

By

Published : Mar 1, 2023, 4:06 PM IST

અમદાવાદના વટવામાં મહિલાને લાલચ આપીને દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ

અમદાવાદ : શહેરની મહિલા સાથે પોલીસની ઓળખ આપી મિત્રતા કેળવી અનેક વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અગાઉ પણ નકલી પોલીસના ગુનામાં ઝડપાયેલો હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો : આ મામલે વટવા પોલીસે પરેશ સુથાર નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી બોટાદના રાણપુર તાલુકાના ઝાડીયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીએ એક 35 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને અંતે લગ્ન કરવાની ના પાડતા આરોપી સામે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ હોવાની વાત કરીને મહિલા સાથે : વટવામાં રહેતી પરિણીતાને તેનો પતિ થોડા સમય પહેલા છોડીને જતો રહ્યો હતો. જે બાદ પરિણીતા મેટ્રોમોનિયલ સાઇટ પર અન્ય જીવન સાથીની શોધમાં હતા ત્યારે આરોપી સાથે સંપર્ક થયો હતો. જે બાદમાં આરોપીએ પ્રેમનું નાટક રચી પોતે બોટાદ પોલીસમાં હોવાની વાત કરી પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

આ પણ વાંચો :Surat Crime: સુરતમાં બાળકીને રમાડવાના બહાને લઈ જઈ પિતાના જ મિત્રએ કર્યું દુષ્કર્મ, CCTVમાં ભાંડો ફૂટ્યો

આરોપીનું પોલીસ બનવાનું સપનું : આ મામલે ફરિયાદી મહિલા તેના 7 વર્ષના દીકરા સાથે એકલી રહે છે. તેના લગ્ન હરિયાણાના એક યુવક સાથે થયા હતા. આ દરમિયાન હરિયાણાના યુવકે પરિણીતાને સાથે સંબંધ ન રાખતા આ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. આ મામલે પકડાયેલો આરોપીએ પોતે બોટાદ પોલીસમાં હોવાનું જણાવતા પોલીસે તે બાબતે તપાસ કરી તો તે અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં પણ નકલી પોલીસના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીને પોલીસે પકડ્યો ત્યારે તેનું ડ્રેસિંગ અને હેરસ્ટાઇલ પણ પોલીસ જેવા હતા. જેને લઈને વધુ પૂછતાં સામે આવ્યું કે આરોપી પરેશને પોલીસમાં ભરતી થવું હતું પણ તેના સપનાં પુરા ન થઈ શક્યા અને તે જાતે જ નકલી પોલીસ બની ફરવા લાગ્યો હતો.

આ પણ વાંચો :Surat Crime : મામાના દીકરાએ બે સગી બહેનો પર ગુજાર્યું દુષ્કર્મ, 10 લાખની ખંડણી માગી, આરોપીની ધરપકડ

મહિલાએ લગ્નની વાત કરવાનું કહ્યું : મહિલાએ તેને લગ્નની વાત ઘરમાં કરવાનું કહેતા તેણે લગ્ન કરવાની પરિવારના સભ્યો ના પાડે છે તેમ કહી ના પાડી દેતા બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. આ અંગે જે ડિવિઝનના ACP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈને ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલો આરોપી અગાઉ પણ નકલી પોલીસના કેસમાં ઝડપાયેલો હોવાનું સામે આવતા હાલ તો આરોપીની વધુ તપાસને પૂછપરછ પોલીસે શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details