ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વયંસેવકો દ્વારા અમદાવાદના પોલીસ સ્ટેશન સેનિટાઈઝ કરાયા - અમદાવાદ પોલિસ સ્ટેશન

સમગ્ર દેશને લૉકડાઉન કરાયાં બાદ પોલીસતંત્ર દ્વારા ખડેપગે શહેરીજનોની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે શહેરમાં કેટલાક એવા સ્વયંસેવકો પણ છે જેઓ પોલીસતંત્રને નાની મદદ કરી રહ્યાં છે.

સ્વયંસેવકો દ્વારા અમદાવાદના પોલીસ સ્ટેશન સેનિટાઈઝ કરાયાં
સ્વયંસેવકો દ્વારા અમદાવાદના પોલીસ સ્ટેશન સેનિટાઈઝ કરાયાં

By

Published : Mar 25, 2020, 5:29 PM IST

Updated : Mar 25, 2020, 5:48 PM IST

અમદાવાદ: સમગ્ર દેશને લૉકડાઉન કરાયા બાદ પોલીસતંત્ર દ્વારા ખડેપગે શહેરીજનોની અને દેશની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે શહેરમાં કેટલાંક એવા સ્વયંસેવકો પણ છે જેઓ પોલીસ તંત્રને નાની મદદ કરી રહ્યાં છે.

સ્વયંસેવકો દ્વારા અમદાવાદના પોલીસ સ્ટેશન સેનિટાઈઝ કરાયાં
અમદાવાદના એક સ્વયંસેવક જૂથ દ્વારા સમગ્ર અમદાવાદના પોલીસ સ્ટેશનને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેઓએ વેજલપુર પોલીસ સ્ટેશન, સેટેલાઈટ પોલીસ સ્ટેશન, દાણીલીમડા પોલીસ સ્ટેશનને સેનિટાઈઝ કર્યું હતું. તેમની આ કામગીરીને પોલીસ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી. આ સ્વયંસેવકોએ કહ્યું હતું કે, પોલીસ સમગ્ર શહેરના નાગરિકોને જ્યારે સલામતી પૂરી પાડી રહી છે, ત્યારે પોલીસ જવાનોને પણ કોરોના વાઇરસથી સલામત રાખવા એ તેમની ફરજ છે.
Last Updated : Mar 25, 2020, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details