શહેરના દાણીલીમડા વિસ્તારના ફૈઝલ પાર્ક સહિતના વિસ્તારો ભારે વરસાદના કારણે તળાવમાં ફેરવાઈ ગયા હતા. લોકો આશરો શોધવા માટે ભટકી રહ્યાં હતા, ત્યારે પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું હતું. કારણ કે, તંત્ર દ્વારા બચાવની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. જેના કારણે રહીશોને અનેક મુશ્કેલીઓનો વેઠી રહ્યાં હતાં.
વરસાદમાં પોલીસે કરી સરાહનીય બચાવ કામગીરી, સ્થાનિકોએ પોલીસનો માન્યો આભાર - બચાવ કામગીરી
અમદાવાદઃ શહેરમાં મંગળવારે ધોધમાાર વરસાદના કારણે ફૈઝલ પાર્કની ચાલીમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. જેથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે સ્થાનિક પોલીસ તંત્રએ મદદે પહોંચી રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતા, રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ETV BHARAT
ઘટનાની જાણ દાણીલીમડા પોલીસ તંત્રને થતાં તેઓ તાત્કાલિક રહીશોની મદદે પહોંચ્યાં હતાં, અને પાણીમાં ફસાયેલાં લોકોને બહાર કાઢી તેમને સલામત સ્થળે ખસેડ્યાં હતાં. આમ, પોલીસ દ્વારા કરવામાં આવેલી ઉમદા કામગીરી બદલ રહીશોએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. આ કામગીરી બાદ ઈટીવી ભારતની ટીમે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ કાર્યને પોતાની ફરજ બતાવી ઘટના અંગે કંઈ કહેવાની મનાઈ કરી હતી.