- પોલીસ પરિવાર કલ્યાણ યોજનાનો પ્રારંભ
- પોલીસ પરિવારને મદદ કરવાના હેતુથી યોજના શરૂ
- વડોદરા કેસમાં હું રોજ સવારે તેની માહિતી મેળવું છું: હર્ષ સંઘવી
- અમે આરોપીઓને ગમે ત્યાંથી જલ્દી ઝડપી પાડીશું : હર્ષ સંઘવી
અમદાવાદઃ કોરોનામાં અવસાન પામેલ પોલીસ જવાનો કે ઓન ડ્યુટી અવસાન પામેલ, અથવા તો ગંભીર બીમારીથી અવસાન પામેલ પોલીસ કર્મચારીઓનાં પરિવારને સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી પ્રાથમિક જરૂરિયાત, આરોગ્ય, શિક્ષણ, રોજગાર સબંધી જરૂરિયાતના ઉદ્દેશથી અમદાવાદ પોલીસએ પોલીસ પરિવાર કલ્યાણ યોજનાનો પ્રારંભ(Ahmedabad Police Parivar Yojana) કરાવ્યો છે.
ગૃહ રાજ્યપ્રધાને હર્ષ સંઘવી પોલીસની આ કામગીરીને બિરદાવી
ગૃહ રાજ્યપ્રધાને હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમણે અમદાવાદ શહેર પોલીસની(Ahmedabad City Police) આ કામગીરીને(Gujarat Police Working) બિરદાવીને સમગ્ર રાજ્યની પોલીસએ આ યોજનાનો પ્રારંભ કરવો જોઈએ તેમ કહ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં અનેક સામાજિક સંસ્થાઓએ જે પોલીસ પરિવાર કે જેમના ઘરમાં મોભી પોલીસમાં ફરજ પર, કોરોનામાં અથવા અન્ય કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે તેઓને આર્થિક મદદ કરી હતી. જ્યારે આવા પરિવારના લોકોને રોજગારી પૂરી પાડવા માટે પણ અનેક સંસ્થાઓ સામે આવી છે.
રાજ્યની તમામ પોલીસ મારો પરિવાર છેઃ હર્ષ સંઘવી
આ પ્રસંગે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi in Police Parivar Yojana) જણાવ્યું હતું કે, હું અનેક પોલીસ કાર્યક્રમમાં ગયો છું પણ આ કાર્યક્રમ મારા માટે વિશેષ છે. રાજ્યની તમામ પોલીસ મારો પરિવાર છે તેમના માટે હું જેટલું બનશે એટલી મદદ કરીશ તેમજ જે પોલીસ કર્મીઓ શહીદ થયા છે તેમના પરિવારોને તમામ મદદ માટે અમે બેઠા છીએ. પાડોશીને પણ ગંધ નહિ આવે એ રીતે અમે મદદ કરીશું કારણ કે કેટલાક પોલીસ પરિવાર મદદ લેવા માટે ખચકાતા હોય છે. ત્યારે આ અમદાવાદ પોલીસની કામગીરીને હું બિરદાવી રહ્યો છું. તેમજ કોરોનાના સમયમાં પોલીસે(Police are working in Corona time) બવ જ સારી કામગીરી કરી છે.