ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાડીમાં એકલા બેસેલ વ્યકિતએ પણ માસ્ક પહેરવું ફરજીયાત, ના પહેરનાર પાસેથી દંડ વસુલાશે - અમદાવાદ પોલીસ કમિશનર

કોરોના મહામારીને કારણે માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. પરંતુ ગાડીમાં એકલા જનાર વ્યક્તિને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ તે બાદ કેટલીક વખત માસ્કને લઈને અનેક પ્રશ્નો ઊભા થતા હતા. જેથી પોલીસ દ્વારા પરિપત્ર બહાર પાડીને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

ગાડીમાં એકલા બેસેલ વ્યકિતએ પણ માસ્ક પહેરવું ફરજીયાત, ના પહેરનાર પાસેથી દંડ વસુલાશે
ગાડીમાં એકલા બેસેલ વ્યકિતએ પણ માસ્ક પહેરવું ફરજીયાત, ના પહેરનાર પાસેથી દંડ વસુલાશે

By

Published : Jan 17, 2021, 8:04 AM IST

  • હવેથી ફોર વ્હીલર ચાલકોએ માસ્ક પહેરવું ફરજીયાત
  • અગાઉ ગાડીમાં એક વ્યક્તિને માસ્ક પહેરવામાં મુક્તિ અપાઈ હતી
  • અમદાવાદ પોલીસે પરિપત્ર જાહેર કર્યો

અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અગાઉ ગાડીમાં એકલા જનાર વ્યક્તિને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ બાદમાં આરોગ્ય વિભાગના 13-08-2020ના પરિપત્રને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હવે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં માસ્ક પહેરવું હવેથી ફરજીયાત રહેશે.

ફોર વ્હીલરમાં એક વ્યકિતએ પણ માસ્ક પહેરવું ફરજીયાત

અમદાવાદ પોલીસ કમિશનરે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉના આરોગ્ય વિભાગના પરિપત્ર પ્રમાણે અમદાવાદ પોલીસે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે અને હવેથી માસ્ક ના હોય તો પોલીસ દંડ વસૂલી શકશે. જેથી તમામ લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details