ગત વર્ષથી જ અમદાવાદ પોલીસે નૈતિક જવાબદારી સમજીને થેલેસેમિયાથી પીડાતા બાળકોને પોલીસ સ્ટેશન દીઠ 2 બાળકો એમ કુલ 100 બાળકોને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. જેમની માટે 1600 જેટલી બોટલ લોહી એકત્રિત કરવાની ઝુંબેશ ઉપાડી હતી. એની માટે તેમણે રથયાત્રા પૂર્વે તમામ સમાજના લોકોને સાથે રાખીને દરેક ઝોન પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા હતા. જેમાં તમામ જાતિ, સમાજ અને કોમના લોકોને સાથ આપીને બ્લડ ડોનેશન કર્યુ હતું.
સમગ્ર અમદાવાદ શહેર પોલીસે લોકોના સહયોગથી 5000 જેટલી બોટલો એકઠું કરીને રેડ કોર્સ સોસાયટીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આપી હતી. પોલીસે 1500નું લક્ષ્ય રાખીને અભિયાન શરૂ કર્યુ હતું . જેને લોકોના સહયોગથી પોલીસને ખૂબ મોટી સફળતા મળી અને 5000 બોટલો એકત્રિત થઇ હતી.
થેલેસેમિયાગ્રસ્ત 100 બાળકો માટે શહેર પોલીસે 5000 યુનિટ રક્ત એકઠું કર્યું શહેરના જગન્નાથ મંદિર ખાતે અંતિમ દિવસનો કેમ્પ યોજી શહેર પોલીસ કમિશ્નર દ્વારા અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવી હતી. જેમાં પોતાનું યોગદાન અને સહયોગ આપનારને પોલીસ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જગન્નાથ મંદિરમાં મહંત દિલીપદાસ, શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ તાત્યા અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત વિવિધ કોમના અગ્રણીઓએ આ પ્રસંગમાં હાજર રહીને કોમી એક્તાનો સંદેશો આપ્યો હતો.
આમ, પોલીસે બાળકોને મદદ કરવાની સાથે સમાજમાં કોમી એક્તાનો પણ એક ઉત્તમ દાખલો લોકો સામે મૂક્યો છે. કહેવાય છે ને કે, "એક્તામાં અંખડતા" બસ આ વાત અહીં બરાબર લાગુ પડે છે. કારણ કે, વિવિધ સમાજના લોકોએ કોઇપણ ભેદભાવ અને મતભેદ વિના બાળકોની મદદે આવ્યા. જેથી 1600 લોહીની બોટલના લક્ષ્યથી શરૂ કરાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 5000 બોટલ લોહી એકઠું થયું હતું. આ પરથી સાબિત થાય છે કે, એક્તાથી સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. જેનો એક દાખલો પોલીસના ઉમદા કાર્યમાં જોવા મળ્યો.