અમદાવાદમાં સૂર્યગ્રહણ જોવા માટે અનેક જગ્યાએ લોકો સવારથી જ થયા હતા એકઠા
અમદાવાદઃ કંકણાકાર સૂર્યગ્રહણ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે, આ પૂર્ણ સૂર્યગ્રહણ નથી. આ સમયે ચંદ્રમા ની છાયા સૂર્યના ભાગને ભાગતી નથી. સૂર્યનો બહારનો ભાગ પ્રકાશિત રહે છે અને આ ગ્રહની ગ્રહણનું ધનુ રાશિમાં અને મૂળ નક્ષત્ર રહે છે. સૂર્યની સાથે બૃહસ્પતિ અને ચંદ્ર હોવાને કારણે જ્યોતિષમાં તેને કલ્યાણકારી માનવામાં આવે છે. ભારતમાં સવારે આઠ વાગ્યાથી ગ્રહણ ચાલુ થયું હતું તે દરમિયાન અમદાવાદમાં પણ લોકો આ ગ્રહણ નિહાળવા માટે અનેક જગ્યાએ ભેગા થયા હતા અને આ સૂર્ય ગ્રહને વૈજ્ઞાનિકોએ રિંગ ઓફ ફાયરનું નામ આપ્યું છે.
અમદાવાદમાં સૂર્યગ્રહણ જોવા માટે અનેક જગ્યાએ લોકો સવારથી જ એકઠા થયા
અમદાવાદમાં સવારે છ વાગ્યાથી જ લોકો અનેક જગ્યાઓ જેવી કે રિવરફ્રન્ટ અને સાયન્સ સીટી વિસ્તારમાં ભેગા થઈને જુદા જુદા ટેલિસ્કોપથી આ ગ્રહણને નિહાળ્યું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને મોટા લોકોએ પણ આ ગ્રહણ જોવાનો લાભ લીધો હતો. આ ગ્રહણ સવારે આઠ વાગ્યાથી શરૂ થયું હતું છે, જે બપોરે એક વાગ્યાને 56 કલાક સુધી ચાલ્યું હતું.