શહેરના સુભાષ બ્રિજ ખાતે કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો સાથે જ સુરતમાં બનેલી આગની ઘટના બાદ ફાયર સેફ્ટી અમદાવાદમાં પણ ફરજિયાત કરવામાં આવી હતી. તે અમદાવાદના કેટલાક ટ્યુશન ક્લાસીસમાં અને શાળાઓમાં હજુ સુધી જોવા મળતી નથી. તે અંગે પણ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ NSUI દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો ઉગ્ર વિરોધ - નિયમોનો ઉગ્ર વિરોદ્ધ
અમદાવાદઃ ટ્રાફિકના નિયમોને લઈને અનેક લોકોએ સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે આ મામલે અમદાવાદ NSUI દ્વારા પોતાનો રોષ સરકાર સમક્ષ ઠાલવ્યો હતો અને નવા નિયમો પાછા લેવામાં આવે તેવી માંગણી કરી હતી. આ સાથે જ ફાયર સેફ્ટી દ્વારા ટ્યુશન ક્લાસીસ તથા શાળા ઉપર કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.
અમદાવાદ NSUI દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો ઉગ્ર વિરોધ
NSUIના કાર્ય કર્તાઓએ ઉગ્ર વિરોધ સાથે વિવિધ મુદ્દાઓને લઇને સરકારને રજૂઆત કરતું આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું અને કલેક્ટર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.
Last Updated : Sep 21, 2019, 11:39 PM IST