ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : નિરમા સ્કૂલની ફી વધારાની મનમાનીને લઈને NSUIનો વિરોધ, માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી

અમદાવાદના વસ્ત્રાપુરમાં નિરમા સ્કૂલ દ્વારા 30 ટકા ફી વધારો મામલે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ ભવન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં NSUI દ્વારા તાત્કાલિક ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં હતી. જો માંગ સ્વીકારમાં નહી આવે તો રાજીનામું-આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Ahmedabad News : નિરમા સ્કૂલની ફી વધારાની મનમાની લઈને NSUIનો વિરોધ, માંગ નહી સ્વીકારે તો આંદોલની ચિમકી
Ahmedabad News : નિરમા સ્કૂલની ફી વધારાની મનમાની લઈને NSUIનો વિરોધ, માંગ નહી સ્વીકારે તો આંદોલની ચિમકી

By

Published : Apr 27, 2023, 5:46 PM IST

નિરમા સ્કૂલની ફી વધારાની મનમાનીને લઈને NSUIનો વિરોધ

અમદાવાદ :રાજ્યમાં ખાનગી શાળાનો રાફડો ફાટી નીકળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ શાળાના સંચાલકો દ્વારા મનફાવે તેમ મોટી ફી વસુલવામાં આવી રહી છે. જેના કારણે સામાન્ય પરિવારના બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે અમદાવાદમાં આવેલી નિરમા સ્કૂલ દ્વારા અચાનક 30 ટકા વધારો કરી દેતા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. NSUI દ્વારા ફી વધારોને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

30 ટકા ફી વધારો :NSUI નેતા સુધીર રાવલ જણાવ્યું હતું કે, અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલી નિરમા સ્કૂલ દ્વારા 30 ટકા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની FRC કરવામાં આવી નથી. જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ શાળાએ પોતાની મનમાની રાખીને 30 ટકા ફી વધારો હજુ સુધી પાછો ખેંચવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :Rajkot News : કોંગ્રેસે મનપાના બગીચામાં કાર્યાલય ઉભું કરીને લોકોના પ્રશ્નો સાંભળ્યા

રાજીનામાની ચીમકી :વધુમાં જણાવ્યું હતું કે, જે વાલીઓ શાળામાં ફી વધારે બોલે છે. તો સ્કૂલ વાલી પર એક્શન લઈ રહી છે. ગત વર્ષે 90,000 જેટલી હતી. તે વધારેને 1 લાખ 25 હજાર કરી દેવામાં આવી છે. જેને લઈને વાલીઓ દ્વારા આવતી વધારા અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જો આ ફી વધારો આગામી સમયમાં પાછો ખેંચવામાં નહીં આવે તો NSUI સિવાય દ્વારા શિક્ષણ સચિવ વિનોદ રાવ અને જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરીનું રાજીનામું માંગવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો :Gujarat Congress Demand : ગાંધીનગરમાં સરકારી બંગલોમાં રહેતાં પૂર્વપ્રધાનોના નામ ગણાવતી કોંગ્રેસ, સરકાર પર સાધ્યું નિશાન

એક વર્ષમાં 5 ટકાથી વધારી શકાય નહીં :ઉલ્લેખનીય છે કે, FRCના નિયમ મુજબ એક વર્ષમાં 5 ટકાથી વધારે ફીમાં વધારો કરી શકાય નહીં. જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિર્માણ સ્કૂલ પાસે એક જ વર્ષમાં 30 ટકા વધારા કરવા માટેના કારણો માંગ્યા હતા. નોટિસ ફટકારી બે દિવસમાં જવાબ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ નિર્માણ સ્કૂલ દ્વારા હજુ સુધી યોગ્ય જવાબ મળ્યો નથી. જે વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફીલ વસૂલવામાં આવી છે. તે વધારાની ફી પરત આપવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા છે. પરંતુ સ્કૂલની મનમાની હજુ પણ જોવા મળી રહી છે અને એક પણ વિદ્યાર્થીને ફી પરત આપવામાં આવી નથી. જેના લઈને એને સિવાય દ્વારા આજે NSUI ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details