ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : સાધુ સંતોએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિહાળી, શું મંતવ્ય વ્યક્ત કર્યું જૂઓ - The Kerala Story Controversy

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ અલગ સાધુ સંતોને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી. અંદાજિત 400 વધુ લોકોએ આ ફિલ્મ નિહાળી હતી અને ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી હતી.

Ahmedabad News : સાધુ સંતોએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિહાળી, શું મંતવ્ય વ્યક્ત કર્યું જૂઓ
Ahmedabad News : સાધુ સંતોએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિહાળી, શું મંતવ્ય વ્યક્ત કર્યું જૂઓ

By

Published : May 15, 2023, 7:07 PM IST

ટેક્સ ફ્રી કરવાની માંગ

અમદાવાદ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ સિનેમાઘરમાં આજ અલગ અલગ સાધુ સંતો દ્વારા ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં અલગ અલગ સાધુ સંતો તેમજ મોટી સંખ્યામાં શહેરના લોકો પણ હાજર રહ્યા હતા. જેમાં આ ફિલ્મને પણ સમગ્ર દેશમાં ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠી હતી.

ઇસ્કોન ખાતે સિનેમાઘરમાં બતાવાઇ ફિલ્મ તાજેતરમાં રિલીઝ થયેલ ધ કેરાલા સ્ટોરી ફિલ્મનો દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. જેમાં કાશ્મીરથી કેરળ અને બંગાળથી ગુજરાત સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ અમુક રાજયમાં મફતમાં બતાવવામાં આવી રહી છે. અમુક રાજ્યોમાં ટેક્સ ફ્રી પણ કરવામાં આવી રહી છે. અત્યારે આજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ અમદાવાદના ઈસ્કોન ખાતે આવેલ સિનેમા ઘરમાં પણ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં અંદાજિત 400 વધુ લોકોએ આ ફિલ્મ નિહાળી હતી.

ગુજરાતમાં પણ આ ફિલ્મને ટેક્સમાં મુક્તિ આપવી જોઈએ. આ ફિલ્મ વિધર્મી દ્વારા જે હિન્દુ બહેન દીકરીને પોતાની જાળમાં ફસાવીને જેમાં તેમનું શોષણ કરવામાં આવે એ છે. તે બહેનોને જાગૃત કરતી આ ફિલ્મ છે એવું મારું માનવું છે... ઋષિભારતી બાપુ (ભારતી આશ્રમ, સરખેજ)

ટેક્સમાં ફ્રી કરવા માંગસરખેજ ભારતી આશ્રમના ઋષિભારતી બાપુએ ફિલ્મ નિહાળી હતી. તેમણે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગને લઇને અભિપ્રાય આપ્યો હતો. આ ફિલ્મ અનેક રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ દરેક માતા પિતાએ પોતાની દીકરીને આ ફિલ્મ બતાવવી જોઈએ. અને ફિલ્મ જોયા બાદ પણ તમામ માતા પિતાએ પણ પોતાની દીકરી પ્રત્યે સાવધાની રાખવી જોઈએ.

  1. The Kerala Story Collection: અઠવાડિયાના અંતમાં ઘણા રેકોર્ડ તોડી નાખશે, 10 દિવસમાં આટલી કમાણી
  2. The Kerala Story: ભાવનગરમાં અલંગના વ્યવસાયકારે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ 400 યુવતીઓ સાથે નિહાળી
  3. The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ જોવા જતી મહિલાઓ માટે નિઃશુલ્ક રિક્ષા સેવા

જાગૃત થવાનો સમય ફિલ્મ નિહાળ્યાં બાદ સરસપુરના લક્ષ્મણદાસજી મહારાજે પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. તેમણે વધુમાં અનુરોધ કર્યો હતો કે દરેક વ્યક્તિએ પોતાની સંસ્કૃતિ જાણવી જોઈએ. તેઓએ ગુજરાત સરકારને ધ કેરાલા સ્ટોરીને ટેક્સ ફ્રી કરવાની માગણી કરતાં કહ્યું કે સમય આવ્યો છે કે જાગૃત થવું જોઇએ.

દરેક ફિલ્મ દરેક હિન્દુએ જોવી જોઈએ. ગુજરાત સરકારને સાધુ સંતો દ્વારા વિનંતી કરવામાં આવે છે કે બીજી ફિલ્મોને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે તો આ ફિલ્મને પણ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ. આજ આપણી બહેન દીકરી સાથે વિધર્મી દ્વારા અલગ અલગ પ્રકારના વ્યવહારો થાય છે. આ ફિલ્મ દ્વારા કેરાલામાં પ્રકારના વ્યવહાર થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. હવે તમામ હિન્દુએ હવે એવો સમય આવ્યો છે કે જાગૃત થવાની જરૂર છે. આગામી ટૂંક સમયમાં ધ કેરલા સ્ટોરીમાં દર્શવવામા આવેલ વિધર્મીઓ છે તેવા વિધર્મી પર કાર્યવાહી કરવામાં તેવી ગુજરાતના સાધુ સંતોની માંગ છે...લક્ષ્મણદાસજી મહારાજ (સરસપુર)

મહિલા દર્શકે શું કહ્યું : ધ કેરાલા ફિલ્મ નિહાળનાર મહિલા દર્શક ગીતા રાવલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દરેક માતાપિતાએ પોતાના હિન્દુ ધર્મનું જ્ઞાન તેમના બાળકને આપવું જોઈએ. જો ધર્મનું જ્ઞાન હશે તો બાળકમાં સારા સંસ્કારનું સિંચન થશે. આજ અન્ય ધર્મમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમના ધર્મ પુસ્તકનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ દુઃખની વાત એ છે આપણે આપણા હિન્દુ ધર્મના પુસ્તકના બદલે અંગ્રેજી વિષયોનું જ્ઞાન આપી રહ્યા છે. પરંતુ સમય હવે એવો આવ્યો છે કે આપણે આપણા બાળકોને આપણા ધર્મનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

ABOUT THE AUTHOR

...view details