ગુજરાત

gujarat

Ahmedabad news: અમદાવાદમાં લોકોએ નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટરને જાહેરમાં માર માર્યો

By

Published : Jan 21, 2023, 3:02 PM IST

અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ લોકોએ જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી હતી. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ ગયા હતા તે સમયે લોકોનું ટોળું તેમને ઘેરી વળતા જાહેરમાં માર માર્યો હતો. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ahmedabad-news-people-beat-bjp-corporator-nikol-ward-in-public
ahmedabad-news-people-beat-bjp-corporator-nikol-ward-in-public

લોકોએ નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટરને જાહેરમાં માર માર્યો

અમદાવાદ: માર મારવાની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ભાજપના કોર્પોરેટરને કારમાંથી ઉતારીને માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને જાહેરમાં માર માર્યો હતો. જેમને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સામે આવતા ભાજપના નેતાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

લોકોનું ટોળું તેમને ઘેરી વળતા જાહેરમાં માર માર્યો

ટીપી સ્કીમ અંગે બબાલ:અમદાવાદના નિકોલ વડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને બપોરના સમયે જાહેરમાં માર માર્યો અને ઘટના સામે આવી હતી. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે તેઓ રજૂઆત કરવા ગયા હતા. લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું. લોકો જાહેરમાં જ તેઓને માર માર્યો હતો. લોકોએ પોતાના ઘર રોડની તપાસમાં જતા હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઠાલવી હોવાની લોક ચર્ચા ચાલી રહી છે. જોકે ઈજાગ્રસ્ત કોર્પોરેટને સારવાર વખતે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને જાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ પણ વાંચોPM નરેન્દ્ર મોદીની સભામાં ફર્જી NSG જવાન પકડાયો, તપાસ શરુ

વિકાસના કામોની ચર્ચા કરતા હતા:બળવંત પટેલે ETV BHARAT સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે હું બાબુ જમનાદાસના પટેલના ઓફિસે બેઠો હતો નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા હતા અને જે નાના મોટા કામ હતા તેની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ટીપી સ્કીમની રોડ કપાસ મામલેસ સ્થાનિક લોકો બાબુ પટેલની ઓફિસે આવ્યા હતા અને તેમણે કીધું હતું કે ટીપી કમિટી દ્વારા રોડ ટીપી ફાઇનલ થશે પછી જોઈશું અને બાબુ પટેલને અચાનક ફોન આવતા તે નીકળી ગયા હતા અને હું પણ ઘરે જવા નીકળ્યો હતો. જેવો જેવો હું ગાડીમાંથી બહાર નીકળતો હતો ત્યારે અમુક લોકો આવીને મને માર મારવા મડ્યા હતા.

આ પણ વાંચોSurat crime news: સુરતમાં 55 વર્ષીય આધેડની હત્યા, શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ

એક વ્યક્તિને ઓળખું છું:વધુમાં બળવંત પટેલે જણાવ્યું હતું કે હું જ્યારે ઘરે ગાડીમાંથી બહાર નીકળતો હોય ત્યારે પાંચ સાત લોકો ટોળું આવીને મને મારવા મળ્યું હતું. જેમાંથી હું એક બટુકસિંહ નામના વ્યક્તિને ઓળખું છું જે ટોળાનો એક સભ્ય હતો. માર મારવાની ઘટનાની જાણ થતા ધારાસભ્ય જમનાદાસ પટેલ અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ પણ મારા ઘરે આવી પહોંચ્યા હતા અને મને 108 માં લઈ કાકડિયા હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details