ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : રેલવેએ ડબલિંગ ટ્રેક પરિયોજનાને લઇને વધુ એક પ્રોજેકટ અમલમાં મૂક્યો, ગુજરાતને પણ થયો લાભ - સાત મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ

કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ડબલિંગ ટ્રેક પરિયોજનાને લઇને ગુજરાત માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં કચ્છમાં સામખીયાળી અને ગાંધીધામ વચ્ચે રેલવે ટ્રેકને ફોર લેન કરવા મંજૂરી આપવામાં આવી છે. ફ્રેટ હેન્ડલિંગ ક્ષમતા વધારવાની સાથે ટ્રેનોની ઝડપી અવરજવર માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય બની રહેશે.

Ahmedabad News : રેલવે વધુ એક પ્રોજેકટ અમલમાં મૂક્યો, ગુજરાતને પણ થયો લાભ
Ahmedabad News : રેલવે વધુ એક પ્રોજેકટ અમલમાં મૂક્યો, ગુજરાતને પણ થયો લાભ

By

Published : Aug 16, 2023, 9:56 PM IST

ટ્રેનોની ઝડપી અવરજવર માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલય દ્વારા 32,500 કરોડ ખર્ચે 2339 કિલોમીટરના સાત મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેના સંદર્ભે સામખીયાળીથી ગાંધીધામ રેલવે ટ્રેક પણ ડેવલપ કરવામાં આવશે.

સાત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ : ભારતીય રેલવેનો વધુ વિકાસ કરવામાં આવી રહ્યો છે. થોડાક દિવસ પહેલા 500 જેટલા રેલવે સ્ટેશનને વિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના પણ રેલવે સ્ટેશન રિડેવલપ નિર્ણય કરવામા આવ્યો છે. ત્યારે આજ વધુ એક મહત્વનો નિર્ણય લઈને 32,500 કરોડના ખર્ચે રેલવે માટે સાત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેમાં ગુજરાતના સામખીયાળીથી ગાંધીધામ રેલવે ટ્રેક 4 લાઈન કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ માટે કુલ 32,500 કરોડની મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ મંડળમાં આવતું સામખયારીથી ગાંધીધામ રેલવે ટ્રેક હાલજે ડબલ લાઈનમાં છે તેને ચાર લાઈન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતનો પહેલો ટ્રેક એવો હશે કે જે 4 લાઈનો હશે. સામખીયાળીથી ગાંધીધામ સુધી 54 કિલોમીટરના રેલવે ટ્રેકને 4 લાઇન કરવા માટે 1571 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે...સુધીર શર્મા(DRM,પશ્ચિમ રેલવે )

કચ્છમાં વેપાર અને પ્રવાસનને વેગ મળશે : સામખીયાળીથી ગાંધીધામ સુધી 55 કિમીના રેલવે ટ્રેક 4 લાઈન થવાના કારણે કચ્છના પ્રવાસન સ્થળો પર આવવામાં પણ વેગ મળશે. આ ઉપરાંત કચ્છમાં આવેલા આંતરરાષ્ટ્રીય કંડલા મુન્દ્રા અને જખૌ જેવા બંદરોને પણ ફાયદો થશે. જેના કારણે આંતરરાષ્ટ્રીય દેશોમાં કરવામાં આવતી આયાત અને વિકાસમાં પણ ઝડપી અને વૃદ્ધિ થશે. આ ઉપરાંત વધુ પેસેન્જર ટ્રેન તેમજ ગુડસ ટ્રેન પણ દોડાવવામાં આવશે.

કુલ 35 જિલ્લાઓને મલ્ટી ટ્રેકનો લાભ :કેન્દ્ર સરકાર દ્વારા આજે સાત પ્રોજેક્ટને રેલવે મંત્રાલય સાથે 32,500 કરોડના ખર્ચે મલ્ટી ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે. જેથી ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને વિકાસ ઝડપી થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 9 રાજ્યોને આ પ્રોજેક્ટનો લાભ મળવા જઈ રહ્યો છે. જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કુલ 35 જિલ્લાઓને આ મલ્ટી ટ્રેકનો લાભ મળશે.

દેશમાં ફોર લેન રેલવે ટ્રેકનો સમાવેશ :ગોરખપુર કેન્ટથી વાલ્મિકીનગર રેલવે લાઈનની સંખ્યા બમણી કરવામાં આવશે. સોનનગરથી અંદર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ, નેરગુંડીથી બરાંગ અને ખૂર્દા રોડથી વિઝિયાનગરમમાં ત્રીજી રેલવે લાઇન નાખવામાં આવશે. મૂડખેડથી મેડચલ અને મહેબૂબનગરથી ધોણે, ગુંટૂરથી બીબીનગર, ચોપનથી ચુનાર અને સામખીયાળીથી ગાંધીધામ રેલવે લાઇનને 4 લાઈન કરવામાં આવશે.

  1. Asarwa Railway Station: અસારવા રેલવે સ્ટેશનનું થશે રિડેવલપમેન્ટ, મળશે વિશ્વકક્ષાની સુવિધાઓ
  2. Amrit Bharat Station: ગુજરાતના 21 જેટલા રેલવે સ્ટેશનનો વિકાસ થશે, મુસાફરોને મળશે ઉત્તમ સુવિધા
  3. Railways Station Redevelopment: PM મોદીએ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે આધારશિલા રાખી

ABOUT THE AUTHOR

...view details