ગુજરાત

gujarat

ETV Bharat / state

Indian Citizenship : પાકિસ્તાની હિંદુ યુવતી અને ભારતીય હિન્દુ યુવકની પ્રેમ કહાની, છેક આટલા વર્ષે મળી ભારતીય નાગરિકતા - પાકિસ્તાની યુવતી

પાકિસ્તાની સીમા હૈદરનું નામ જેટલું ગાજ્યું છે તેવું પાકિસ્તાનથી આવી ભારતમાં વર્ષોથી સંઘર્ષરત જીવન જીવતાં પરિવારોનું નથી થતું. ગુજરાત સરકારના ઉપક્રમે આજે અમદાવાદમાં ભારતીય નાગરિક્ત્વ પ્રાપ્ત કરનાર કોમલ નામની પાકિસ્તાની યુવતી અને તેના ભારતીય હિન્દુ યુવક સાથે લગ્ન વિશે ઈટીવી ભારત દ્વારા ખાસ જાણકારી મેળવવામાં આવી હતી.

Indian Citizenship : પાકિસ્તાની હિંદુ યુવતી અને ભારતીય હિન્દુ યુવકની પ્રેમ કહાની, છેક આટલા વર્ષે મળી ભારતીય નાગરિકતા
Indian Citizenship : પાકિસ્તાની હિંદુ યુવતી અને ભારતીય હિન્દુ યુવકની પ્રેમ કહાની, છેક આટલા વર્ષે મળી ભારતીય નાગરિકતા

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 9:28 PM IST

Indian Citizenship : પાકિસ્તાની હિંદુ યુવતી અને ભારતીય હિન્દુ યુવકની પ્રેમ કહાની, છેક આટલા વર્ષે મળી ભારતીય નાગરિકતા

અમદાવાદ : પાકિસ્તાનથી આવેલ કોમલ અને તેના પરિવારને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. તેમનો પરિવાર પાકિસ્તાનની અંદર ખૂબ જ મુશ્કેલીઓ અનુભવીને ભારતમાં આવવા મજબૂર બન્યો હતો. ભારતમાં આવીને કોમલે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા અને આજે ખૂબ સુંદર રીતે જીવન પસાર કરી રહ્યા છે પરંતુ આખરે ગુજરાતમાં તેમને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે.

પાકિસ્તાની યુવતીને ભારતીય નાગરિકત્વ મળ્યું : ભારત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ ભાઈબહેનો છેલ્લા ઘણા સમયથી ભારતમાં રહેતા હોય તે લોકોને ભારતીય નાગરિકત્વ આપવામા આવી રહ્યું છે. સૌથી વધુ ભારતીય નાગરિકત્વ આપવામાં અમદાવાદ જિલ્લો સૌ પ્રથમ નંબરે છે. અત્યાર સુધી 1100 વધુ વધારે લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. લોકોએ ભારતમાં આવીને ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું છે. આપણે એક એવા કપલની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં યુવતી પાકિસ્તાની અને યુવક ભારતનો છે અને પ્રેમલગ્ન બાદ હાલ બંને ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે. જોકે પાકિસ્તાની યુવતીને છેક આજે ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઇ છે.

પાકિસ્તાની કોમલ અને ભારતીય હિતેશ ગંગવાનીની પ્રેમકહાની

કરાંચીમાં વસતો હતો પરિવાર : કોમલના પિતા કરાચીની અંદર એક બિઝનેસમેન હતાં. પરંતુ દીકરીની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતામાં રહેતાં હતાં. પાકિસ્તાનની અંદર લૂંટફાટ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. ચાર-પાંચ લાખ રૂપિયા જેટલી રકમ લઈને પણ બહાર નીકળતા લોકો વિચારી રહ્યા હતાં. ત્યારે તેમના પિતા પોતાની દીકરીઓની સુરક્ષાની ચિંતા હોવાથી પોતાની તમામ પ્રોપર્ટી પાકિસ્તાન મૂકીને 2009માં ભારત આવી ગયાં હતા. અમદાવાદમાં આવીને પરિવારે પોતાના નવી એક જીવનની શરૂઆત કરી હતી.

2009માં કોમલ તેના પરિવાર સાથે ભારત આવી હતી. તેઓ કરાચીથી અમૃતસર રેલ દ્વારા અહીંયા પહોંચ્યા હતાં. અહીંયા તે તેમના મામાને ત્યાં રહેતા હતાં. પાકિસ્તાનમાંથી આવ્યા હોવાથી તેમની અલગ અલગ રીતે તપાસ કરવામાં આવતી હતી. અંતે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આજે કોમલને ભારતીય નાગરિત્વ પ્રાપ્ત થયું છે...હિતેશ ગંગવાની (કોમલના પતિ)

પાકિસ્તાની બહેનો તરીકે ઓળખાતી : કોમલ 2009માં ભારતમાં આવ્યાં અને શરૂઆતમાં બે વર્ષ અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કર્યો હતો. 2011માં સરદારનગરમાં આવેલ એક શાળાની અંદર પ્રવેશ મળ્યો તે શાળાની અંદર હિતેશ પણ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. કોમલ અને તેની બે બંને બહેનોને પણ આ જ શાળામાં પ્રવેશ મળ્યો હતો. હિતેશને તેના મિત્રો કહેતા હતા કે આપણી શાળાની અંદર ત્રણ પાકિસ્તાની બહેનો અભ્યાસ કરવા આવી છે. કોમલ અને તેની બંને બહેનોને પાકિસ્તાની બહેનો તરીકે ઓળખતા હતાં. જે હિતેશને ગમતું ન હતું કારણ કે તે વિચારતો હતો કે આ ખોટું છે.

કોમલની સાથે ભણતી હતી હિતેશની બહેન : હિતેશ અને કોમલની શાળાની રીસેસ દરમિયાન એકબીજાને વાત થતી હતી. બંને એકબીજા સાથે હિતેશની બહેનના કારણે સંપર્કમાં આવ્યા હતાં. કારણ કે હિતેશની બહેન અને કોમલની સાથે જ અભ્યાસ કરતી હતી. કોમલે હિતેશને પોતે પાકિસ્તાનમાં અનુભવેલી મુશ્કેલીઓ જણાવી બધી વાત જાણતાં હિતેશને થયું કે કોમલ અને તેના બહેનો વિશે આ લોકો ખોટું બોલી રહ્યા છે. ત્યારબાદ તેને તેના મિત્રોને સમજાવ્યાં અને તેમની સાથે સંપર્કમાં આવતા તેમને મિત્રતા થઈ હતી.

2019માં ભારતીય હિન્દુ યુવક સાથે લગ્ન : હિતેશ અને કોમલની મિત્રતા સમય જતાં પ્રેમમાં પરિવર્તિત થઇ હતી. 2019માં હિતેશે કોમલ સાથે લગ્ન કર્યા અને કોમલ ભારતીય નાગરિક થઈ હતી. પરંતુ તે હિતેશના લગ્નને કારણે તેને પ્રાપ્ત થયું હતું. 2022માં કોમલે દીકરીને જન્મ આપ્યો. કોમલને ભારતનું નાગરિકત્વ હિતેશના સાથે લગ્ન કરવાથી તો પ્રાપ્ત થયું હતું. પરંતુ તેને કાયદેસર રીતે ભારતનું ગ્રીન કાર્ડ પ્રાપ્ત થયું ન હતું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર વસવાટ કરતા હોય તેવા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવી રહ્યું છે. જે ઝૂંબેશને લઇ આખરે 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કોમલને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થતાં પરિવારના આનંદનો પાર નથી.

  1. ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાની હિન્દુઓને પહેલીવાર મતદાન અધિકાર વિશે જાણો મહત્ત્વની વાત
  2. રાજકોટના જેતપુરમાં પાકિસ્તાની નાગરિકને મળી ભારતીય નાગરિકતા
  3. દ્વારકામાં પાકિસ્તાની મહિલાને મળી ભારતીય નાગરિકતા

ABOUT THE AUTHOR

...view details