ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમ માત્ર કાગળ ઉપર અમદાવાદ : દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે. જેથી બહારના દેશમાંથી નશીલા પદાર્થો પ્રવેશ માટે ગુજરાતના દરિયાકાંઠેંથી પ્રવેશ કરવામાં આવતો હોય છે. પરંતુ ગુજરાતમાં નશીલા પદાર્થો પ્રવેશ કરે તે પહેલા જ મોટાભાગનો જથ્થો જપ્ત કરી લેવામાં આવતો હોય છે. પરંતુ રાજ્યમાં અનેક જગ્યાઓથી નશીલા પદાર્થો જોવા મળતા હોય છે. જેમાં એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં નશીલા પદાર્થોનો વેપાર ધમધમી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં 64,561 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં.
રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય છે અને ભાજપ સરકાર વાહાવાહી લૂંટે છે. પરંતુ તેની પાછળના બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જ સૌથી મોટો પ્રશ્ન છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 64,561 હજાર કિલો ડ્રગ્સ પકડાયું છે. જ્યારે 986 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 72,978 ડ્રગ્સ ઇન્જેક્શન પકડાયા છે. આજ ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર અને એપી સેન્ટર બની ગયું છે કે જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય છે... હીરેન બેંકર(કોંગ્રેસ પ્રવક્તા)
કામગીરી માત્ર કાગળ પર જ : વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોંઘવારી બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને પણ તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે 17 લાખ 35 હજાર પુરુષો જ્યારે 1 લાખ 85 હજાર મહિલાઓ ડ્રગ્સના બંધાણી બનાવ્યા છે. રાજ્ય પોલીસ એનસીબી, ડીઆરઆઈ સહિતની કેન્દ્ર સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટલ, પેટ્રોલિંગ, રાઉન્ડ ધ ક્લોક, સર્વિલન્સ,સીસીટીવી કેમેરા સહિતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈ માર્ગ અને પોર્ટ જેવા મળતી કરોડો રૂપિયાનું ડ્ર્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમ માત્ર કાગળ ઉપર જ હોય તે જણાઇ રહ્યું છે. સરકારે ડ્રગ સામે લડતી સંસ્થાઓને ગ્રાન્ટ આપવાની બંધ કરી દીધી છે. તેથી કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી કે જે પણ લોકો ડ્રગ્સ સાથે સંકળાયેલા છે તેવા માફિયા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
સૌથી વધુ 2020માં ડ્રગ્સ પકડાયું :છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો 2018થી 2021 સુધી 64561 ડ્રગ્સ પકડાયું છે. જેમાં 2018માં 15117 કિલો, 2019 માં 14923 કિલો, 2020 માં 13,213 કિલો અને 2021 માં 21,3007 કિલો ડ્રગ્સ પકડાયું હતું. જેના કારણે ગુજરાતમાં ડ્રગ્સ લેનાર સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં પુરુષ 17,35,000 અને મહિલાઓ 1 લાખ 15 હજાર છે. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશમાં પ્રતિ લાખની જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાનની જરૂર છે પણ તેની સામે હાલ માત્ર 152 જ પોલીસ જવાન છે ગુજરાતમાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 176 પોલીસ જવાન હોવા જોઈએ જેની સામે માત્ર 117 જ પોલીસ જવાનો છે.
- Patan Crime : પાટણમાં ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે પકડ્યા, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
- Surat News : હર્ષ સંઘવીને પણ સિગરેટની લત લાગેલી, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં કરી દિલ ખોલીને વાત
- Vadodara Drug Raid : શહેરમાં વધુ એક MD ડ્રગ પેડલર ઝડપાયો, ક્યાંથી આવે છે ડ્રગ ?