અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 13 વિસ્તાર આઈડેન્ટીફાઈ કર્યા છે. 31 કેસ જે નોંધાયાં છે તેમાં પાંચ કેસ માણેક ચોક, 3 દરિયાપુરમાં નોંધાયાં છે. પશ્ચિમ ઝોનમાં નવરંગપુરામાં સહકાર સોસાયટીમાં એક જ પરિવારના 7 કેસ છે. હાઈરિસ્ક ધરાવતા 14 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવમાં આવ્યા છે. અહીં મેગા સર્વેલન્સ હાથ ધરીને તેમને કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં હોટસ્પોટ વિસ્તારમાંથી વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે.
આજે નોંધાયેલાં 31 કેસોની નામ-સરનામાંની માહિતી અમદાવાદ મનપાએ જાહેર કરી
અમદાવાદ કોર્પોરેશન દ્વારા આજે 31 નવા કોરોના પોઝિટવ કેસની વિગતો સાર્વજનિક કરી હતી. મનપા દ્વારા આ માહિતી આપવાનો હેતુ ફક્ત તેમની આસપાસ કે સંપર્કમાં આવેલ લોકો અગમચેતી દાખવી શકે તે હોય છે.
આજે નોંધાયેલાં 31 કેસોની નામસરનામાંની માહિતી અમદાવાદ મનપાએ જાહેર કરી
અમદાવાદામાં કુલ કેસ 351 છે જેમાંથી 309 લોકલટ્રાન્સમિશનના છે. 15 જ દર્દી વિદેશ પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે જ્યારે 27 લોકોએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. પરંતુ 309 જણાં એવા છે જે અમદાવાદમાંથી ક્યાંય પ્રવાસે નથી ગયા અને તેમને કોરોનાનો ચેપ લાગી ગયો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચુક્યા છે. જેમાંથી 1 જ દર્દી એવો હતો જે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતો હતો બાકી 12 દર્દી સ્થાનિક હતા જેમના કોરોનાથી મોત નીપજ્યાં હતાં.