અમદાવાદઃઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સુધારા સાથે 9,482 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આમાં અમદાવાદ શહેરના પાણી, રોડ રસ્તા, આરોગ્ય, ટ્રાફિક જેવી સમસ્યાનો નિવારણ લાવી શકાય છે. આવા વિકાસના કામો પણ મૂકવામાં આવ્યા હતા. ત્યારે કૉર્પોરેશનના વિપક્ષ દ્વારા પણ 223 કરોડ રૂપિયાના સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આમાં તેમણે ધાર્મિક સ્થળોનો વિકાસ, એલિસબ્રિજ નવીનીકરણ, શહેરની જનતાને ફ્રી એમ્બુલન્સ સેવા, મહિલાઓ માટે પિન્ક AMTS બસ જેવી વાત રજૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃAMC Budget 2023 : એએમસી બજેટ 2023માં શહેરની સમસ્યાઓના ઉકેલ માટે કેટલી નાણાંની થઇ ફાળવણી?
મહિલા એન્ટરપ્રિન્યોર માટે પ્રોપટી ટેકસમાં રાહતઃવિપક્ષ નેતા શાહનવાઝખાન પઠાણે જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા શહેરો તેમ જ અન્ય રાજ્યોમાંથી મહિલાઓ અમદાવાદ શહેરમાં ઉચ્ચ અભ્યાસ માટે આવે છે. તેઓનો અભ્યાસ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં નોકરી અથવા વેપાર કરી પોતાનું કેરિયરની શરૂઆત કરે છે. મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત નાનામોટા રોજગાર કરતી મહિલાઓને રિપીટ આપવાથી તેને આર્થિક ટેકો મળી રહે અને વધુમાં વધુ મહિલા રોજગાર કરવા માટે પ્રેરાય તે નીતિને પોષણ આપવું જોઈએ, જેથી મહિલા એન્ટરપ્રિન્યોર ટેક્સમાં રાહત આપવાની બજેટમાં તમને માગ કરી છે.
PQC ટેક્નોલોજીવાળા રોડ બનાવવામાં આવેઃશહેરમાં સૌથી વધુ રોડ તૂટવાની સમસ્યા જોવા મળતી હોય છે. ત્યારે વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરમાં પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રિટ દ્વારા રોડ બનાવવામાં આવે તો સારા રોડ બનશે. શહેરના મુખ્યમાર્ગ જેવા કે, આશ્રમ રોડ, 132 ફૂટ રીંગ રોડ, સિંધુભવન રોડ, રીલીફ રોડ, ગાંધી રોડ, મલેકશાબાના રોડ જેવા રોડ પર ડ્રેનેજ પાણી લાઈટ જેવા કામો કર્યા બાદ PQC ટેક્નોલોજીવાળા રોડ બનાવવા 50 કરોડ રૂપિયા ફાળવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
ટોપીંગ રોડ બનાવવાની જોગવાઈઃ શહેરના તમામ વોર્ડમાં 2 વાઈટ ટોપીંગ રોડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ વિપક્ષ દ્વારા એ પણ ઠરાવ પસાર કરવામાં આવે છે. આ રોડ બને પહેલા પ્રાથમિક સુવિધાઓ અન્ય કામો જેવા કે, ડ્રેનેજ પાણી, લાઈટ, ગેસ લાઈન વિવિધ કામો કર્યા બાદ વાઇટ ટોપિંગ ટેકનોલોજી રોડ બનાવવામાં આવે તે માટે 50 કરોડ રૂપિયા ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે. જો આ વિકાસના કામો છે. તે પૂર્ણ થાય ત્યારબાદ રોડ બનાવવામાં આવે એ પહેલાં બનાવવાથી કોર્પોરેશનના નાણાનો દુરુપયોગ થાય છે. અને ફાળવવામાં આવેલા નાણા ખોટો વવ્ય થતો હોવાથી પહેલા પ્રાથમિક સુવિધાનું કામ બાદ રોડ બનાવવા માટે આવે તેવી માગ કરી છે.