વર્ષ 2020- 21નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 9685 કરોડનું બજેટ મંજૂર
આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવેરા વિનાનું બજેટ શાસક પક્ષે રજુ કર્યુ હતું. જેમાં 777 કરોડનો વધારો કરી 9685 કરોડનું બજેટ શાસક પક્ષે મંજુર થયુ છે.
અમદાવાદ : આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આજે અમદાવાદ શહેર નું વર્ષ 2020 નું બજેટ શાસક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેમાં 777 કરોડનો વધારો કરી 9685 કરોડનું બજેટ શાસક પક્ષ દ્વારા મંજૂર થયું છે જેમાં 443 કરોડ વિકાસના કામ માટે ફાળવ્યા છે તેમજ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા ૨૨૮ કરોડના પ્રોપર્ટી ટેક્સ લગાવ્યો છે જોકે રૂપિયા ૧૬ કરોડનો વાહનવેરો યથાવત્ છે કમિશનરે ડ્રાફટ બજેટમાં રૂ 244 કરોડનો વધારો સૂચવ્યો હતો તેને ફગાવી દેવામાં આવ્યો છે અને કરવેરા વિનાનું બજેટ મંજૂર થયું છે.