ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : 17 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર ઝડપાયો, ભાજપમાં પ્રમુખ હોવાની ચર્ચા - BJP president molested in Rain Basera

અમદાવાદના નરોડા વિસ્તારમાં માત્ર 17 વર્ષની સગીરા સાથે છેડતી કરી હોવાની ફરીયાદ સામે આવી છે. આ સગીરાને બિભત્સ માંગણીઓ કરીને ધમકાવામાં પણ આવી હતી.સગીરા સાથે આ પ્રકાર ધમકી અને છેડતી કરનાર શખ્સ ભાજપમાં કમિટી પ્રમુખ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Ahmedabad Crime : 17 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર ઝડપાયો, ભાજપમાં પ્રમુખ હોવાની ચર્ચા
Ahmedabad Crime : 17 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર ઝડપાયો, ભાજપમાં પ્રમુખ હોવાની ચર્ચા

By

Published : Mar 22, 2023, 12:40 PM IST

નરોડામાં રેન બસેરામાં 17 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર ઝડપાયો

અમદાવાદ :રાજ્યમાં દિવસેને દિવસે છોકરી અથવા મહિલાઓ સાથે છેડતી કરવાના બનાવો વધતા જાય છે. જોકે, ક્યારે આવા શખ્સનો મહિલાઓ એકઠી થઈ જાય તો બનાવ સ્થળ પર જ મેથીપાક આપી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં નરોડા વિસ્તારમાં આવેલા આશ્રય ગૃહ ખાતે 17 વર્ષની સગીરા છેલ્લા ઘણા સમયથી રહે છે. તે જ રેન બસેરાના સંચાલકે તેને ઓફિસમાં બોલાવીને શરમજનક માંગણી કરતા છેડતી બાબતે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ પણ વાંચો :Ahmedabad Crime News: સરનામું પૂછવા તેમજ હથિયાર બતાવી છેડતી મામલે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

સગીરાને આપી ધમકી : મહત્વનું છે કે, આ સમગ્ર મામલે ફરિયાદીની 17 વર્ષની દીકરી જે નરોડા વિસ્તારમાં ગણપતિ મંદિરની પાછળ આવેલા આશ્રય ગૃહ એટલે કે રેન બસેરામાં રહે છે, તેને આશ્રય ગૃહના સંચાલક મયુરસિંહ વાઘેલાએ 15 દિવસ પહેલા તેમજ બીજી વાર બે ત્રણ દિવસ પહેલા પોતાની ઓફિસમાં બોલાવી હતી. સગીરાને છેડતી કરી બિભત્સ માંગણીઓ કરી તેની સાથે અડપલા કરતા અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકી આપતા સગીરાએ પરિવારને જાણ કરી હતી. અંતે આ મામલે નરોડા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.

આ પણ વાંચો :Surat Crime: 18 જેટલા ગુનાના આરોપીએ કિશોરીની છેડતી કરતા પોલીસે દબોચી લીધો

ભાજપમાં કમિટી પ્રમુખ : આ સમગ્ર મામલે પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા તપાસવામાં આવી હતી. SCST સેલે આ સમગ્ર મામલે ગુનામાં સામેલ મયુરસિંહ વાઘેલા નામના આરોપીની ધરપકડ કરી છે, મહત્વનું છે કે પકડાયેલો આરોપી ભાજપમાં કમિટી પ્રમુખ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. જોકે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે SCST સેલના DYSP ઝેડ.એ શેખે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપીએ આ રીતે અન્ય કોઈ સગીરા કે યુવતી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details