દિનેશ શર્માએ જણાવ્યું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની 22 મહિના બાદ મંગળવારે ગવર્નિંગ બોડીની બેઠક મળી હતી. આ પહેલા સત્તાધિશોએ 14 એક્ઝિક્યુટીવ કમિટીની બેઠક મળી હતી, જેમાં કરોડો રૂપિયાના 197 કામ મંજૂર કરવામાં આવ્યા હતા. આ તમામ કામોની કોઈપણ વિગતો અપાઇ નથી, સાથે કરોડો રૂપિયાના કામો બરોબર ગવર્નિંગ બોડીની બેઠકમાં મુકાઈ રહ્યા છે. પણ કૌભાંડ છુપાવવા માટે આ કામોની ફાઈલો છુપાવવામાં આવી રહી છે, આથી બેઠકના તમામ કામોનો વિરોધ નોંધાવી અમે વોકઆઉટ કર્યુ છે.
મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની મિટિંગમાં કરોડોના કામો મંજૂર કરવામાં ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા - medical education
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2008માં મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરાઇ હતી, પહેલા વીએસ હોસ્પિટલના સંચાલનમાંથી દાતા ટ્રસ્ટીઓનો એકડો કાઢી નાખવા માટે બેંકની રચના કરાઇ હતી, પછી આખી બીએસ હોસ્પિટલ બંધ કરી દેવાનો કારસો રચી દીધો હતો અને 750 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવી હતી. આ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા માટે બેંકમાં ધડાધડ 197 કામો મંજૂર કરાયા છે. જે મિટિંગમાંથી દિનેશ શર્માએ વોકઆઉટ કર્યો હતો, નેટના ટ્રસ્ટી અને વિપક્ષના નેતા દિનેશ શર્મા ઇ શાસક પક્ષ ભાજપ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પર આક્ષેપ કર્યો છે.
મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની મિટિંગમાં કરોડોના કામો મંજૂર કરવામાં ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
વધુમાં જણાવ્યું કે, કમિશ્નર ભાજપના ઇશારે ભ્રષ્ટાચારમાં સહભાગી બની રહ્યા છે કમિટીમાં જે કામ લાગ્યા છે તેના ઓડિટ રિપોર્ટ મરચાની ખરીદી વગેરેની કોઈ માહિતી ટ્રસ્ટી તરીકે આપવામાં આવી નથી.