ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: લવ જેહાદ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ,ઉત્તર પ્રદેશ ક્નેક્શન ખૂલ્યું - Ahmedabad love jihad case accused

અમદાવાદના ગોમતીપુરના લવ જેહાદ અંગે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપી કોઈ સંગઠન સાથે સંકળાયેલો છે કે કેમ વગેરે બાબતે પોલીસ તપાસ હાથ ઘરી છે. સમગ્ર મામલો યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ઉત્તરપ્રદેશમાં પોતાની ઘરે 7 વર્ષથી ગોંધી રાખી હતી.

Love Jihad : ગોમતીપુરમાં લવ જેહાદ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ, કોઈ સંગઠન સાથે કનેક્શન સહિતની પોલીસની તપાસ શરૂ
Love Jihad : ગોમતીપુરમાં લવ જેહાદ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ, કોઈ સંગઠન સાથે કનેક્શન સહિતની પોલીસની તપાસ શરૂ

By

Published : Jun 29, 2023, 6:48 PM IST

ગોમતીપુરમાં લવ જેહાદ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ

અમદાવાદ :શહેરના ગોમતીપુર પોલીસ મથકે નોંધાયેલી લવ જેહાદ અંગેની ફરિયાદમાં પોલીસે ગુનામાં સામેલ મુખ્ય આરોપીની અટકાયત બાદ ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તેની તપાસ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટ અને ફન્ડિંગની સાથોસાથ તેમણે મુંબઈમાં જે જગ્યાએ ધર્મ પરિવર્તન અને લગ્ન માટેના એફિડેવીટ કરાવ્યા તે તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે જ તે કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલો છે કે તેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારી તેનો બિભત્સ વીડિયો બનાવી તેને મુંબઈ લઈ જઈને મરાઠીમાં લગ્ન અને ધર્મ પરિવર્તન અંગેનો એફીડેવીટ કરાવી યુવતીની જાણ બહાર તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે તેવું એફિડેવીટ કરાવ્યું હતું. બાદમાં યુવતી સાથે લગ્ન કરી લીધા છે. તેવું જણાવી શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી કરીને ઉત્તરપ્રદેશમાં પોતાના વતનમાં લઈ જઈ ઘરમાં તરછોડી યુવક અમદાવાદ અને મુંબઈ રોકાતો હતો. જે બાદ આરોપીની માતા અને પિતા દ્વારા તેની સાથે કામવાળી જેવો વ્યવહાર અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગે દબાણ કરતા હતા તેમજ દિયર તેની આબરૂ લેવા માટે છેડતી કરતો હતો.

યુવતીને 7 વર્ષ સુધી ગોંધી રાખી : યુવતીને કોઈની સાથે વાતચીત કે ટેલિફોનિક વાતચીત પણ કરવા ન દેતા તેમજ 7 વર્ષ સુધી ઘરમાં જ ગોંધી રાખતા અંગે યુવતીએ હિંમત કરી આંખોમાં દેખાતું ન હોવાથી ચશ્મા બનાવવાનું બહાનું કરી ઘરમાંથી ભાગી અમદાવાદ આવી ગઈ હતી. પરિવારને પોતાની આપવિતી જણાવતા આ અંગે ગોમતીપુર પોલીસ મથકે ઈકબાલ અંસારી તેના માતા પિતા અને ભાઈ સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે મુખ્ય આરોપી ઈકલાબ અંસારી હોય તેને ઝડપી પોલીસે રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં સામેલ અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો કામે લગાડી છે. આ કેસમા અલગ અલગ બાબતો અને ડોક્યુમેન્ટ તેમજ કેસ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લઈને તપાસ કરવામાં આવશે.- આર.ડી ઓઝા (ACP, એચ ડિવિઝન)

  1. Ahmedabad Love Jihad Case : 'ધ અમદાવાદ સ્ટોરી', હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે યુપી લઈ જઈ ગુજાર્યો અમાનુસી ત્રાસ
  2. Valsad News : સરકારે એન્ટી લવ જેહાદ કાયદો લાવવા કટ્ટર હિન્દુત્વવાદી નેતાની માગણી, બજરંગ દળની રેલી યોજાઇ
  3. Vadodara News : વડોદરાના મુસ્લિમ વિસ્તારોમાં હોર્ડિંગ લગાવી મુસ્લિમ યુવતીઓને શી સલાહ અપાઇ રહી છે જૂઓ

ABOUT THE AUTHOR

...view details