અમદાવાદ: તારીખ 15 ઓગસ્ટ એટલે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો અને ભારત એક સ્વતંત્ર દેશ બન્યો છે. અંગ્રેજોની ગુલામીમાંથી હજારો કરોડો લોકોએ દેશને આઝાદ મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ત્યારે આજે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થઈને 77 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે દેશભરમાં આઝાદીના અમૃતકાળ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યા છે.
Independence Day 2023: જુહાપુરામાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા તિરંગા રેલી નીકળી, તેજસ્વી વિદ્યાર્થીઓને હસ્તે ધ્વજવંદન કરાયું, - independence day celebration
સમગ્ર દેશની અંદર આજે 77 સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ ધાર્મિક એકતા દેશ પ્રત્યે પ્રેમ પણ અલગ અલગ સમુદાયના લોકો તિરંગા યાત્રામાં જોવા મળી આવ્યા હતા. આપ તિરંગા યાત્રામાં હિન્દુસ્તાન જિંદાબાદના નારા પણ લાગ્યા હતા.
નવતર પ્રયોગ:સમગ્ર દેશમાં તારીખ 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ અમદાવાદ શહેરમાં અલગ જ પ્રકારની સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્ર દિવસની ઉજવણીમાં સામાન્ય રીતે કોઈ રાજનેતા કે કોઈ સેલિબ્રિટી કે કોઈ સૈનિકને બોલાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ અમદાવાદના સાબરમતી વોર્ડમાં એક અલગ જ નવતર પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્વતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને હસ્તે જ ધ્વજ વંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જુહાપુરામાં નીકળી તિરંગા યાત્રા: સમગ્ર દેશની અંદર 15 મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના જુહાપુરામાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. અમદાવાદના જુહાપુરા માંથી નીકળેલી આ તિરંગા યાત્રામાં ધાર્મિક એકતાનો સંદેશો પણ જોવા મળ્યો હતો. અમદાવાદ સરસપુર વિસ્તારમાં શાળામાં ભણતા નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા તારીખ 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ સમાજના વડીલો યુવાનો વિદ્યાર્થીઓ એક વિશાળ આઝાદી કા જશ્ન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ સાથે સાથે વિદ્યાર્થીઓના માતા-પિતા પણ આ રેલીમાં જોડાયા હતા. રેલી નીંદર હિન્દુસ્તાન જિંદાબાદના નારાઓ પણ જોવા મળી આવ્યા હતા.