ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકોમાં ડર પેદા કરી આતંક મચાવનાર ટોળકી સામે પોલીસે કરી કાર્યવાહી - Terror of anti social elements in Wadaj

અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. હાથમાં હથિયારો સાથે તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. આ ટોળકી વિસ્તારના ડોન બનવા તોડફોડ કરીને લોકોમાં ડર ઉભો કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે ટોળકીના એક આરોપીની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. Ahmedabad Crime News Today, Terror of anti social elements in Wadaj

લોકોમાં ડર પેદા કરવા આતંક મચાવનાર ટોળકી સામે પોલીસે કરી કાર્યવાહી
લોકોમાં ડર પેદા કરવા આતંક મચાવનાર ટોળકી સામે પોલીસે કરી કાર્યવાહી

By

Published : Aug 24, 2022, 4:06 PM IST

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. વાડજ, શાહીબાગ અને વાસણામાં અસામાજિક તત્વોએ તોડફોડ કરીને આંતક (Terror of anti social elements in Wadaj)મચાવ્યો છે. આ વિસ્તારમાં ગુંડાઓની દહેશત ફેલાઇ છે. વિડીઓમાં પણ જોઈ શકાય કે બાઈક પર આવેલા આ ગુંડા તત્વો તલવાર( Wadaj area anti social elements )અને પાઇપો લઈને તોડફોડ કરી રહ્યા છે. વાડજમાં નિર્ણયનગર નજીક આવેલા પાન પાર્લર પર કેટલાક(Ahmedabad Crime News)યુવાનો ઉભા હતા.

અસામાજિક તત્વોનો આતંક

આ પણ વાંચોઈલેકટ્રીક મશીનો પર રમાતો હતો જુગાર, દુકાનમાં ચાલતો જુગારધામ ઝડપાયો

ટોળકીનો વિસ્તારમાં પોતાનો ડર ઉભો કરવા આતંકઆ અસામાજિક તત્વો રોફ જમાવવ ત્યાં આવ્યા અને તોડફોડ કરીને એક યુવક પર તલવારથી હુમલો કરી દીધો હતો. આ ટોળકી વિસ્તારમાં પોતાનો ડર ઉભો કરવા આતંક મચાવી રહી હતી. વાડજ પોલીસે 5 અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધીને ટોળકીના એક આરોપીને ઝડપી લીધો. કાળા બુરખામાં જોવા મળતો કરણ વણઝારો છે. તેની વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે. આ ગેંગનો સરદાર રોહિત ઠાકોર છે. જેને આ ગેંગ બનાવી છે.

આ પણ વાંચોછેતરપિડી કેસના આરોપીએ પોલીસને પણ છેતર્યા

સ્થાનિક લોકો પર હુમલો કરતાઆ તેની ગેંગમાં કરણ વણઝારો, ચેતન ઉર્ફે ચેતો, જય ઉર્ફે જયલો ઠાકોર અને અજય ઉર્ફે ચકો ઠાકોર છે. આ ટોળકીએ વિસ્તારમાં દાદા બનવા માટે હથિયારો લઈને સ્પીડમાં બાઇકો લઈને ફરતા હતા. દુકાનોમાં તોડફોડ કરીને સ્થાનિક લોકો પર હુમલો કરતા હતા. જ્યારે રોહિત ઠાકોર કુખ્યાત આરોપી છે. અગાઉ પણ આરોપીએ તોડફોડ કરીને આતક મચાવ્યો હતો. પોલીસે પાસા કરીને જેલ હવાલે કર્યો હતો. પરંતુ પાસા પુરી કરીને પરત આવ્યા બાદ ફરી આ આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને તોડફોડ કરી. મહત્વ છે કે આ ઘટનાને લઈને વાડજ પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી. જ્યારે મુખ્ય સૂત્રધાર રોહિત ઠાકોર સહિત 4 આરોપી ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details