ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : દારૂના અડ્ડાની ફરિયાદ કરનાર વેપારી પર બુટલેગરે કર્યો હુમલો, ઘટના CCTVમાં કેદ - અસારવામાં આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ

અમદાવાદના અસારવામાં આઈસ્ક્રીમ પાર્લરના વેપારીને ત્યાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આરોપીઓ દારુના અડ્ડા બંધ કરવા મામલે વેપારીએ પોલીસ સમક્ષ અરજી કરી હતી. જેની અદાવત રાખીને આરોપીઓએ વેપારીની દુકાનમાં તોડફોડ કરી હતી.

Ahmedabad Crime : દારૂના અડ્ડાની ફરિયાદ કરનાર વેપારી પર બુટલેગરે કર્યો હુમલો, ઘટના CCTVમાં કેદ
Ahmedabad Crime : દારૂના અડ્ડાની ફરિયાદ કરનાર વેપારી પર બુટલેગરે કર્યો હુમલો, ઘટના CCTVમાં કેદ

By

Published : Apr 26, 2023, 10:16 PM IST

અમદાવાદના અસારવામાં આઈસ્ક્રીમ પાર્લરના વેપારીને ત્યાં તોડફોડ

અમદાવાદ : શહેરમાં અસામાજિક તત્વોનો બેફામ બન્યા હોય તેમ દરરોજ એક નવી ઘટના સામે આવી રહી છે. શહેરના અસારવા વિસ્તારના શાહીબાગ પોલીસ સ્ટેશનની ડીસ્ટાફ ઓફિસથી માત્ર 200 મીટર દૂર અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લરના વેપારીને ત્યાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. તેની પાછળનું કારણ માત્રને માત્ર એ હતું કે, વેપારીએ આરોપીઓ દ્વારા ચલાવવામાં આવતા દારૂના અડ્ડા વિશે કરવામાં આવતી ફરિયાદ છે.

શું છે સમગ્ર મામલો : અસારવામાં આઈસ્ક્રીમ પાર્લરમાં લાકડી, ડંડા અને પાઇપ લઈને તોડફોડ કરી વેપારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે CCTV અને ફરિયાદના આધારે ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે. શાહીબાગ પોલીસે કિશન વિહોલ અને રવિ વિહોલ નામના બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. બંને ભાઈઓ અસારવામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. ફરિયાદી કૈલાશ તૈલીની પાર્લરની નજીકમાં જ દારૂનો ધંધો કરે છે જે બાબતે તેઓએ ફરિયાદ અને અરજીઓ અગાઉ કરી હતી. જે બાબતની અદાવત રાખીને આરોપીઓએ વેપારીને માર મારી ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો :Ahmedabad Crime : શહેરમાં 24 કલાકમાં બે વેપારીઓને અસામાજિક તત્વોની ધમકી, જૂઓ વિડીયો

અડ્ડાને બંધ કરવા માટે અરજી :ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો, ફરિયાદી કૈલાસભાઈ ઘણા વર્ષોથી ખોળી દાસની ચાલીની બહાર આઈસ્ક્રીમનો વેપાર કરે છે. આરોપીઓના દારૂના અડ્ડાને બંધ કરવા માટે પોલીસ સમક્ષ અનેક અરજીઓ કરી હતી. જેની અદાવત રાખીને આરોપી કિશન અને રવિએ તેના બીજા બેથી ત્રણ જેટલા સાગરીતો સાથે મળીને વેપારીની દુકાન અને ઘરમાં લાકડી, દંડા, અને પાઇપો વડે તોડફોડ કરી હતી. ફરિયાદી વેપારીના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ આરોપીઓએ તેઓની દુકાન પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આરોપીઓના આ આંતકની દહેશતમાં જીવી રહેલા વેપારી અને પરિવારજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો :Ahmedabad crime news: બાપુનગરમાં ફરી અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ

પોલીસ પર સવાલ :હાલ તો પોલીસે બંને આરોપીઓ ભાઈઓને ઝડપી પાડી અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ અહીંયા સવાલ પોલીસની કામગીરી પર થઈ રહ્યા છે કે ડી સ્ટાફ ઓફિસનું માત્ર 200 મીટર દૂર આ ઘટના બની હોવા છતાં ફરિયાદીને કંટ્રોલ મેસેજ કરવો પડે છે. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનના PI એમ.ડી ચંપાવતે જણાવ્યું હતું કે, વેપારીની ફરિયાદ નોંધાતા જ પોલીસે ગુનામાં સામેલ બે ભાઈઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા ટીમો કામે લગાડી છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details