અમદાવાદ : ACBને ચોક્કસ આધારભૂત માહિતી મળી હતી કે, અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા તથા સાણંદ-વિરમગામ હાઇવે ઉપરના રસ્તાઓ ઉપર પોલીસ તથા હોમગાર્ડ દ્વારા આવતા જતા વાહનોમાં યેનકેન પ્રકારે દંડના નામે 100 રૂપિયા ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવે છે. આ મામલે ACBએ ચકાસણી કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં પોતાના પોલીસ સ્ટેશનની હદ બહારના વિસ્તારમાં જઈને લાંચ લેતો હોમગાર્ડ ઝડપાયો - ઈટીવી ભારત ગુજરાત
લાંચ લઈને કામ કરાવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી દંડની રકમની જગ્યાએ લાંચ લેતા હોવાના કિસ્સા અંગે ACBને જાણ થઈ હતી. આ મામલે કાર્યવાહી કરતા બાવળા બગોદરા હાઇવે પરથી 50 રૂ.ની લાંચ લેતા હોમગાર્ડ જવાન ઝડપાયો હતો.
અમદાવાદ-પોતાના પોલીસ સ્ટેશનની હદ બહારના વિસ્તારમાં જઈને લાંચ લેતો હોમગાર્ડ ઝડપાયો
ACB એ આ અંગે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોયનું આયોજન કર્યું હતું. જે દરમિયાન પ્રવિણ મકવાણા નામનો હોમગાર્ડ જ્વાન સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતો હતો. તે પોતાના પોલીસ સ્ટેશનની હદ બહાર જઈને શાંતિપુરા સર્કલ પાસે ડિકોયરના વાહનને રોકીને 50 રૂ.ની માંગણી કરી લેતા રંગે હાથ ઝડપાયો હતો. આ મામલે ACB એ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.